ભાજપના કોર્પોરેટરો ઉપર શહેર પ્રમુખની લગામ’ !
કોઈ પણ
ભલામણ’ કરવાની હોય તો લેખિતમાં જ કરવા આદેશ
અત્યાર સુધી ઑનેઑન' બધું ચાલ્યું; અગ્નિકાંડ બાદ પક્ષસ્તરે વધુ એક ફેરફાર
મ્યુનિ.કમિશનર ડે.મ્યુનિ.કમિશનર અને સિટી ઈજનેર પણ હવે
ભલામણ’ લેખિતમાં જ માંગશે !
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડે મહાપાલિકામાં ચાલતી લાલિયાવાડીનો પર્દાફાશ કરી દીધો છે. અહીં ભ્રષ્ટાચાર કેટલી હદે વકરી ગયો હતો તેનો ખુલાસો મનપાના જ ૧૫ અધિકારી-કર્મચારીની ધરપકડ બાદ થઈ રહ્યો છે. બીજી બાજુ અધિકારી-કર્મચારીઓને ભલામણ' કરવામાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોએ ક્યારેય પીછેહઠ કરી ન હોવાથી તેના ઉપર અંકુશની તાતી જરૂરિયાત લાગી રહી હતી. જો કે અગ્નિકાંડ બાદ હવે ભાજપે પક્ષસ્તરે ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ સૌથી પહેલાં એક મહત્ત્વનો નિર્ણય લેતાં તમામ કોર્પોરેટરો ઉપર
ભલામણ’ને લઈને લગામ' મુકી દીધી છે.
શહેર પ્રમુખ મુકેશ દોશી દ્વારા ભાજપના તમામ કોર્પોરેટરને પત્ર લખવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટપણે આગ્રહ રાખવામાં આવ્યો છે કે હવેથી કોઈ પણ કોર્પોરેટર દ્વારા મહાપાલિકાના કમિશનર, ડે.કમિશનર કે સિટી ઈજનેરને કોઈ પ્રકારની ભલામણ કરવાની થાય છે તો તે ભલામણ લેખિતમાં જ કરવી પડશે. પત્રમાં જણાવાયું છે કે પ્રજાના કામો માટે દરેક કોર્પોરેટરોને સુચન છે કે પ્રજાના કામ માટે તમારા લગત ઝોનમાં આવતાં સિટી ઈજનેર અથવા લગત નાયબ મ્યુનિ.કમિશનર અથવા તો મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કામ કરાવવાનો આગ્રહ રાખવો જેથી કરીને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા પત્ર વ્યવહારની નોંધ મહાપાલિકામાં રહેશે અને તેની એક નકલ કોર્પોરેટર પાસે પણ રાખવી જેથી કરીને ભવિષ્યમાં આ રેકોર્ડ ડેટાબેઈઝ તરીકે ઉપલબ્ધ રહે... અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બધુ
ઑનેઑન’ મતલબ કે ફોન ઉપર અથવા તો રૂબરૂ મળીને ભલામણ કરીને કામ ચલાવી લેવામાં આવતું હતું જેના કારણે ગેરરીતિ કરવા માટેની એક બારી ખુલ્લી રહેતી હતી. જો કે હવે આ બારી શહેર પ્રમુખ દ્વારા બંધ કરી દેવામાં આવી છે. હવે મનપાના અધિકારીઓ પણ ભલામણ કરનાર કોર્પોરેટર પાસેથી લેખિતમાં જ `ભલામણ’ માંગશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
તોડ' સિસ્ટમ બંધ કરવા માટે ઉમદા નિર્ણય
એક કોર્પોરેટરે
વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણાખરા કિસ્સા તેમાં ખાસ કરીને ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન નહીં કરવા માટેની ભલામણ સૌથી વધુ થઈ રહી હતી. નગરસેવક દ્વારા જે તે અધિકારીને ટેલિફોનિક અથવા તો રૂબરૂ ભલામણ કરીને દબાણ દૂર નહીં કરવા માટે કહી દેવાતું અને આ ભલામણનું માન' પણ રહેતું હતું. જો કે હવે લેખિતમાં જ ભલામણ કરવાનો આદેશ હોવાથી ગેરકાયદે કામ માટે કોઈ કોર્પોરેટર ભલામણ કરી શકશે નહીં અથવા કરશે તો અધિકારી દ્વારા લેખિતમાં ભલામણ માંગવામાં આવશે. એકંદરે
તોડ’ સિસ્ટમ બંધ કરવા માટે આ એકદમ ઉમદા નિર્ણય છે.