Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ટીપી (તોડપાણી) શાખાનીકારીગરી’: મકાન ઢકાઈ જાય તેવા પ્લાનને કર્યો પાસ !

Mon, August 19 2024

ગમે એટલા ડામ' લાગે પણ સુધરવાનું તો થતું જ નથી...

કાલાવડ રોડ પર સદ્ગુરુનગર-૧માં બિલ્ડરે ૧૭ મેએ કામ શરૂ કર્યું’ને ૧૭ જૂન સુધીમાં તો બાજુમાં જ આવેલા ઘરની પશ્ચિમ દિશાની બાલ્કની બંધ થઈ ગઈ ત્યાં સુધીનું બાંધકામ પણ ખડકી દીધું !

ટીપી શાખામાં ફરિયાદ કરી તો કોઈ ખરાઈ કરવા ન આવ્યું, વારંવાર ધક્કા ખાધાં બાદ માપણી કરવા આવ્યા’ને મકાનમાલિકને કહ્યું, બધું પ્લાન પ્રમાણે જ થયું છે

મકાન માલિકે વોઈસ ઓફ ડે' સમક્ષ ઠાલવ્યો બળાપો વોઈસ ઓફ ડે, રાજકોટ ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ જે વોર્ડમાં થયો તે વોર્ડ નં.૧૦માં મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ કે જેને ટીપી શાખા અને ઘટના બાદ હવે લોકોતોડપાણી’ શાખાના નામથી નવાજી રહ્યા છે તેના દ્વારા એક-એકથી ચડિયાતા કારસ્તાન કરવામાં આવ્યા હોવાની વાત ઉજાગર થઈ રહી છે. વોર્ડ નં.૧૦માં સદ્ગુરુનગર-૧, એ.જી.યુનિવર્સિટી રોડ પાસે આવેલા પરેશભાઈ રાવલ નામના નોકરિયાત વ્યક્તિનું પ્રતિષ્ઠા' નામનું મકાન આવેલું છે. બરાબર તેની પાછળ જ એક પ્લોટ છે જ્યાં એ પ્રકારે બાંધકામ કરવામાં આવ્યું છે જેના કારણે પરેશભાઈ રાવલની આખેઆખી બાલ્કની ઢકાઈ ગઈ છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ પ્રકારનું બાંધકામ નિયમ વિરુદ્ધનું જ ગણાય છતાં ટીપી શાખા દ્વારા બાંધકામ પ્લાન કયા આધારે પાસ કરવામાં આવ્યો હશે ? આ વિશે મકાન માલિક પરેશભાઈ રાવલ દ્વારાવોઈસ ઓફ ડે’ સમક્ષ બળાપો ઠાલવવામાં આવ્યો હતો.

પરેશભાઈ રાવલે જણાવ્યું કે દિવ્યરાજસિંહ પરબતસિંહ રાણા નામની વ્યક્તિએ ૧૭ મેથી સ્લેબ ભરવાનું શરૂ કર્યું હતું. જ્યારે આ બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે જ તેમના આ બાંધકામને કારણે બાલ્કની ઢકાઈ જશે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ દિવ્યરાજસિંહ રાણા દ્વારા તેમની વાત ધ્યાને લેવામાં આવી ન્હોતી. આ પછી તેણે એટલી ઝડપે કામ શરૂ કર્યું કે ૧૭ જૂન એટલે કે એક મહિનાની અંદર ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળનું મકાન બની ગયું હતું અને અત્યારે એ મકાન દોઢેક કરોડ રૂપિયામાં વેચવા પણ મુક્યું છે !
આ પછી પરેશભાઈ દ્વારા ટાઉન પ્લાનિંગ શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તેનો યોગ્ય જવાબ આપવાની તસ્દી પણ લેવામાં ન આવતાં આખરે ફરીથી તેમણે ફરિયાદ કરી હતી. એકંદરે વારંવાર કચેરીના ધક્કા ખાધાં બાદ માપણી કરવા માટે સ્ટાફ આવ્યો હતો અને તેણે માપણી પણ કરી હતી પરંતુ બાંધકામ ગેરકાયદે છે તેવું કહેવાને બદલે પરેશભાઈને નિયમો સમજાવામાં સમય વેડફી નાખ્યો હતો સાથે સાથે તેમણે રહેણાક મકાનમાં ફેબ્રિકેશનનું બાંધકામ કરેલું છે તેને કાયદેસર કરવાની સુફિયાણી સલાહ આપી હતી !

તેમણે ૧૧૨ વાર જેટલી જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળનું મકાન બનાવ્યું છે અને તેમાં લિફ્ટ પણ ફિટ કરાવી છે જે પણ નિયમ પ્રમાણે નથી ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ પ્રકારનો પ્લાન પાસ કરવામાં આખરે `ફાયદો’ કોને થયો હશે ?

કોન્ટ્રાક્ટરે કહ્યું, તમે ધ્યાનમાં જ છો, અમારા ડમ્પર ફર્યે જ રાખે છે !
પરેશભાઈ રાવલે દિવ્યરાજસિંહ રાણા ઉપરાંત મકાનનું બાંધકામ કરનારા કોન્ટ્રાક્ટર ખીમભાઈ વારોતરીયાને આ અંગે ફરિયાદ કરી તો તેણે લાજવાને બદલે ગાજીને એવી ધમકી આપી હતી કે તમે લોકો ધ્યાનમાં જ છો, અમારા ડમ્પર આખા ગામમાં જ ફરતા હોય છે ! આ પ્રકારની ધમકીથી પરેશભાઈ પણ ડઘાઈ ગયા હતા.

આખોયે મામલો પહોંચ્યો કોર્ટમાં
મકાન બનાવનાર દિવ્યરાજસિંહ રાણા કે ટીપી શાખા દ્વારા કોઈ પ્રકારની દાદ ન અપાતાં આખરે પરેશભાઈ રાવલ દ્વારા મકાનના ઈઝમેન્ટરી રાઈટસના ભંગ હેઠળ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. કોર્ટમાં તેમણે એ પ્રકારે દાવો કર્યો છે કે સદ્ગુરુનગર શેરી નં.૯માં સદ્ગુરુનગરના પ્લોટ નં.૩૯માં રહેણાકના હેતુ માટે પ્લોટમાં સબ પ્લોટિંગ કરી બે મકાન બનાવવાની કામગીરી દિવ્યરાજસિંહ પરબતસિંહ રાણા સહિતના દ્વારા શરૂ કરવામાં આવી છે જે અમારા મકાનના ઈઝમેન્ટરી રાઈટસ સહિતનો ભંગ થાય છે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ શુકનવંતો, આવક માટેના નવા સ્ત્રોત ઉત્પન્ન થશે

Next

રાજકોટ-અમદાવાદ હાઈ-વે છે કે ઢોરની ગમાણ ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
2 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
2 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

આમ્રપાલી સિનેમા પાસે અંકુશ ખમણના લોટમાં જીવાત ફરતી’તી !
રાજકોટ
3 મહિના પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પને શું લાગ્યો ફટકો ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખના પુત્રની કારે અનેક વાહનોને ટક્કર મારી
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
પુરવઠા વિભાગના કોમ્પ્યુટર ઓપરેટરોની દિવાળી અને દેવ દિવાળી બન્ને બગડી : એડવાન્સ તો ઠીક 13 તારીખ વીતવા છતાં પગાર ન ચૂકવ્યા
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર