ગુજરાતની પ્રજા ભાજપને ૨૬ બેઠક આપશે: નડ્ડાને વિશ્વાસ
રાજ્યમાં એકસાથે ૨૬ કાર્યાલયોનું થયું ઉદ્ઘાટન
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે ભાજપના તમામ ૨૬ સાંસદોના કાર્યાલયના ઉદ્ઘાટન કર્યા હતા. જે.પી.નડ્ડાએ દાવો કર્યો કે ગુજરાતમાં ભાજપ ફરી એકવાર ૨૬ બેઠકો મેળવીને જીતની હેટ્રિક મારશે. ભાજપ તમામ રીતે અગ્રેસર ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં ભાજપ જૂના રેકોર્ડ તોડી નવો કિર્તિમાન સ્થાપશે. તેઓએ આશાવાદ રજૂ કર્યો કે ગુજરાતની જનતા ફરી એકવાર મોદીને પોતાના આશીર્વાદ આપશે અને ૨૬ બેઠકો જીતાડવામાં મદદરૂપ થશે.
જે.પી.નડ્ડાના વિશ્વાસને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહોર લગાવી અને કાર્યકરોને રાજ્યની ૨૬ લોકસભા બેઠકો જીતાડવાનું આહવાન કર્યું. સાથે જ ભૂપેન્દ્ર પટેલે જે.પી.નડ્ડાને ૨૬ બેઠકો જીતાડી આપવાનો વાયદો પણ કર્યો.