ક્વોલિટી વર્ક અને લોકોના પૈસાની વેલ્યૂ થાય તેવું કામ આપવું એ જ એકમાત્ર ધ્યેય: પિયુષભાઇ કોટેચા
રિયલ એસ્ટેટ ક્ષેત્રે શૂન્યમાંથી સર્જન એટલે બાલાજી ગ્રૂપ…
વર્ષ ૨૦૧૦થી અત્યાર સુધીમાં સેંકડો લોકોનું પોતાની માલિકીનું ઘર હોવાનું સપનું પુરું કરનાર ગ્રૂપ એટલે રાજકોટનું બાલાજી ગ્રૂપ. બાલાજી ગ્રૂપ અત્યાર સુધીમાં રાજકોટમાં અનેક સફળ પ્રોજેક્ટ લોન્ચ કરી ચુક્યું છે. જો કે બાલાજી ગ્રૂપનું નામ રાજ્યભરમાં ગુંજે છે. આ ગ્રૂપ દ્વારા અમદાવાદ અને વડોદરામાં પણ અનેક સફળ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. બાલાજી ગ્રૂપની સફળતા અંગે વોઈસ ઓફ ડે સાથે વાતચીત કરતાં પિયુષભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે બાલાજી ગ્રૂપની નામના અને સફળતાનું કારણ છે કે તેઓ ક્વોલિટી વર્ક અને લોકોના પૈસાની વેલ્યુ થાય તેવું કામ આપવાનો ઉદ્દેશ ધરાવે છે. આ તેમનો સિદ્ધાંત છે જેમાં બાલાજી સ્પેસિસ ગ્રૂપ ક્યારેય બાંધછોડ કરતું નથી.
રિયલ એસ્ટેટ ક્ષેત્રે પિયુષભાઈ કોટેચા વિશે એવું કહીં શકાય કે તેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. તેઓ તેમના પરિવારના પહેલા વ્યક્તિ છે જેમણે આ ક્ષેત્રે વર્ષ ૨૦૧૦ માં ઝંપલાવ્યું. પરિવારના સેટ થયેલા કાપડના વેપારમાં જોડાવાને બદલે તેમને ૨૫-૨૬ વર્ષની ઉંમરમાં વિચાર આવ્યો કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં લોકોને કંઈક નવું આપી શકાય તેમ છે, આ ક્ષેત્રમાં એવું કામ થઈ શકે તેમ છે જેમાં પોતાની છાપ છોડી શકાય. સૌથી ખાસ વાત એ હતી કે લોકોનું જે સપનું હોય ઘરના ઘરનું તે તમે પુરું કરો છો અને તેમને જીવનની અમુલ્ય ખુશી આપી શકો છો.
પિયુષભાઈ કોટેચાએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટમાં પહેલા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ટે્રડિશનલ ક્નસ્ટ્રક્શન થતું પણ હવે આ ક્ષેત્રમાં ક્રિએટીવીટી આવી છે. આજના સમયમાં બિલ્ડર પણ આર્ટિસ્ટ જેવું કામ કરે છે. રિયલ એસ્ટેટમાં હવે જે સમય છે તે પ્યોર મેકીંગનો ટાઈમ છે. જેમાં લોકોને અર્ફોડેબલ હાઉસિગથી લઈ લક્ઝરી શ્રેણીના ઘરમાં પણ અઢળક ઓપ્શન છે. વર્ષ ૨૦૧૦ માં જ્યારે બિઝનેસની શરુઆત કરી ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્ર ટે્રડિશનલ બિઝનેસ હતો હવે મોર્ડન બિઝનેસ છે. રાજકોટ શહેરમાં આવતા ૧૦ વર્ષ સુધી રિયલ ડિમાંડ રહેવાની છે. રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રનું ફ્યુચર ખૂબ જ સારું છે. રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે ડીમાંડ છે તે રિયલ છે આર્ટિફિશીયલ નથી. તેનું કારણ જણાવતા પિયુષભાઈ એ ઉમેર્યું હતું કે, રાજકોટમાં દર વર્ષે અનેક લોકો માઈગ્રેટ થઈને સ્થાયી થવા આવી રહ્યા છે. તેના કારણે રાજકોટના ઔદ્યોગિક વિકાસની સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ડીમાંડ પણ વધી રહી છે અને આવનારા સમયમાં પણ વધતી રહેશે. રાજકોટમાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જેમને બિઝનેસ-નોકરીમાં સેટ થઈ ઘરનું ઘર લેવું છે.
પિતાના સેટ બિઝનેસમાં જોડાવાને બદલે યુવાવયે લોકોને કંઇક ક્રિએટિવ આપવાના વિચાર સાથે પિષુયભાઈએ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઝંપલાવ્યું: આજે રાજકોટ જ નહીં અમદાવાદ, વડોદરામાં પણ બાલાજી ગ્રૂપ ધરાવે છે નામના
બિલ્ડર્સને સરકારના સપોર્ટની ખાસ જરૂર: પિયુષભાઇ કોટેચા
રાજકોટ, અમદાવાદ અને વડોદરા શહેરમાં ખૂબ જ સફળ સાબિત થયેલા કોમર્શિયલ અને રેસીડેન્સીયલ પ્રોજેક્ટ આપનાર બાલાજી ગ્રૂપના પિયુષભાઈ કોટેચાએ વોઈસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર તરફથી સ્ટેમ્પ ડ્યુટી સહિતના ચાર્જીસમાં બિલ્ડર્સને થોડી રાહત મળવી જોઈએ. સરકારે સ્ટેમ્પ ડ્યુટી બધા માટે ઓછી કરવી જોઈએ. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં રેતી, લોખંડ, સીમેન્ટના ભાવ વધી ગયા છે. તેવામાં સરકારે લોકો અને બિલ્ડર્સ માટે સ્ટેમ્પ ડ્યુટી સહિતના ચાર્જમાં રાહત આપવી જોઈએ. સરકારનો સપોર્ટ મળે તો વધારે સારું કામ આ ક્ષેત્રમાં થઈ શકે. હાલની સ્થિતિ એવી છે કે આખો પ્રોજેક્ટ બનાવે તેને પણ ૬ ટકા સ્ટેમ્પ ડ્યુટી લાગે છે અને ફ્લેટ ખરીદનારને પણ એટલી જ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. જેમાં સરકારે લોકો અને બિલ્ડર્સ બંનેને રાહત આપવી જોઈએ.
ઘર લેતી વખતે સસ્તા પાછળ ન ભાગો `વેલ્યુ ફોર મની’ વાતને મહત્ત્વ આપો
બાલાજી ગ્રૂપના પિયુષભાઈ કોટેચાનું કહેવું છે કે લોકો જ્યારે પોતાની જીવનભરની કમાણીને ખર્ચીને ઘર લેતા હોય છે ત્યારે તેમણે સસ્તા-મોંઘા પ્રોજેક્ટની સરખામણી ન કરવી જોઈએ. લોકોએ પણ પ્રોજેક્ટની મુલાકાત લઈ ઊંડાણપૂર્વક જાણકારી મેળવવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ ઘર ખરીદે તો તેની ઈચ્છા હોય કે તેને ફ્યુચરમાં સારું રિટર્ન મળે. આ વાત ત્યારે જ શક્ય બને જ્યારે લોકો સસ્તાની લાલચ કર્યા વિના સારા પ્રોજેક્ટમાં પોતાની જીવનપુંજીને ઈન્વેસ્ટ કરે. કસ્ટમરે બિલ્ડર પાસે જઈ જાણવું જોઈએ કે પ્રોજેક્ટમાં કેવી ક્વોલિટીની વસ્તુનો ઉપયોગ થયો છે. કસ્ટમરે કોઈપણ પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટ કરતા પહેલા પ્રોજેક્ટ અંગે બધું જ જાણવું જોઈએ. સસ્તા અને મોંઘાની સરખામણીને બદલે ક્વોલિટી અને ફેસેલીટી તેમજ ફ્યુચર રીટર્ન અંગે જાણકારી મેળવવી જોઈએ. અત્યારે ઘર લીધા પછી તેનું સારું રિટર્ન ફ્યુચરમાં મળે તેવી ઈચ્છા હોય તો ભાવ નહીં ગુણવત્તાને ધ્યાનમાં રાખવી જોઈએ.
રાજકોટ લક્ઝરી તરફ આગળ વધી રહ્યું છે: પિયુષભાઇ કોટેચા
રાજકોટ ધીરે ધીરે મેટ્રો સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે અને સાથે લોકો પણ લક્ઝરી તરફ આગળ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને બાલાજી ગ્રૂપ પણ આવનારા સમયમાં રાજકોટમાં સારી ક્વોલિટીના અફોર્ડેબલ બંગલાનો પ્રોજેક્ટ લાવવા જઈ રહ્યા છે. આ સિવાય અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ ખાતે બાલાજી ગ્રૂપનો કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પણ લોન્ચ થઈ ચુક્યો છે.