લવ,સેકસ ઓર ધોખા: રાજકોટની યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો જુવો શું કહ્યું ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે
રાજકોટમા લવ,સેકસ ઓર ધોકા જેવો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટથી થોડે દૂર બામણબોર નજીકના ગુદાળા ગામની સીમમાથી શનિવારે અજાણી યુવતિની હત્યાના બનાવમા ક્રાઇમ બ્રાચે ગાધીગ્રામની યુવતિની ઓળખ મેળવી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
હત્યામા સડોવાયેલ તેના પ્રેમી અને તેના માતા-પિતા સહિત ચાર શખ્સોની ક્રાઇમ બ્રાચે ધરપકડ કરી હતી. પ્રેમી અને તેના પિતા તેમજ તેની સાથે કામ કરતા બે સાથે કર્મચારીઓ સાથે મળી યુવતીને રહેશી નાખ્યાનુ ખૂલ્યુ હતુ. કેટલાક વર્ષથી એક યુવાન સાથે લીવ ઇન રિલેશનમા રહેતી આ યુવતી અન્ય હત્યા કરનાર યુવાન સાથે રહેવા ચાલી ગઈ હતી
અને આ યુવાન સાથે લગ્ન કરવાનુ દબાણ કરતા તેની હત્યા થઈ હોવાનુ અને યુવકની માતાએ પુરાવાનો નાશ કર્યાનું પોલીસ તપાસમા જાણવા મળ્યુ છે.
યુવતિના હાથમા અગ્રેજીમા રૂપેશ ત્રોફાવેલુ છે તે ફોટા અને મૃતદેહના ફોટો વાયરલ થયા હોઇ તેના આધારે મહત્વની કડી મળી હતી અને હત્યાનો ભોગ બનેલી યુવતિ ગાધીગ્રામ રામપીર ચોકડી નજીક શાસ્ત્રીનગરમા રહેતી ભાવના રૂપેશ નિમાવત હોવાનુ ખુલ્યુ હતુ. ભાવના છેલ્લા કેટલાક વર્ષથી ગાધીગ્રામના રૂપેશ નિમાવત સાથે લિવ ઇન રિલેશનથી રહેતી હોવાનુ પ્રાથમિક તપાસમા ખૂલ્યા બાદ ક્રાઇમ બ્રાચે રૂપેશની પુછપરછ કરતા નવો ફણગો ફૂટ્યો હતો. ભાવના નરેશ નામના યુવાન સાથે પ્રેમમા હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાચે નરેશ રમેશ પરમારની ધરપકડ કરી પૂછપરછ કરતા ભેદ ખૂલ્યો હતો અને હત્યામા નરેશ ઉપરાત તેના પિતા રમેશ રાજા પરમાર તેમજ નરેશનો સાથી કર્મચારી જયેશ વેલજી રાઠોડ અને એક સગીરવયનો બાળ આરોપી સડોવાયેલ હોવાનુ ખૂલ્યુ હતુ પોલીસે એક પછી એક ચારેયની ધરપકડ કરી હતી.
હત્યાના કારણ અગે જાણવા મળ્યુ કે,ભાવનાએ રૂપેશને છોડી ઓનલાઇન કપડા વેચતા નરેશ સાથે સપર્કમા આવ્યા બાદ તેની સાથે પ્રેમ સબધ બધાયો હતો બને વચ્ચે પ્રેમ સબધમા ભાવના અવાર નવાર નરેશના ઘરે જતી હતી થોડા સમયથી ભાવનાએ નરેશને પોતાની સાથે લગ્ન કરી લેવા દબાણ કરતી હોય નરેશે પિતાને વાત કરતા પિતા રમેશે લગ્ન કરવા કરતા ભાવનાની હત્યા કરવા સલાહ આપી હતી જેથી પૂર્વ આયોજિત કાવતરુ રચી નરેશે ભાવનાને ચોટીલા લગ્ન કરવા જવાનુ કહી મળવા બોલાવી હતી.
ભાવનાને રાજકોટ ચોટીલા હાઇવે ઉપર બામણબોર નજીકના ગુદાળા ગામની સીમમા લઈ જઈ દુપટ્ટાથી પકડી રાખી અને નરેશના પિતા સહિતના ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. લવ,સેક્સ ઓર ધોકાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો.
પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ક્રાઇમ બ્રાચના ડીસીપી ડો. પાર્થરાજસિહ ગોહિલ, એસીબી બી. બી. બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાચના પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ બી. ટી. ગોહિલ, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ એન. ડી. ડામોરની ટીમને આ હત્યાનો ભેદ ઉકેલવામા કામગીરી કરી હતી.