લોકમેળો પ્રવાસન સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખુલ્લો મુકાશે
આગામી તા.5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં રસરંગ લોકમેળો યોજાશે. આ લોકમેળાને રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખુલ્લો મુકાશે. દર વર્ષે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવતો હોય છે પરંતુ શિક્ષક દિવસને ધ્યાનમાં રાખીને તા.5ના રોજ મુખ્યમંત્રી ગાંધીનગર ખાતેના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી તેમની બદલે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ તેમની સાથે મંત્રી કુંવરજી બાવળિયા, મંત્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહેશે. ઉપરોક્ત લોકમેળો તા.5ના રોજ સાંજે ખુલ્લો મુકાશે.