લોકમેળાના રાઇડ્સના ધંધાર્થીએ હાઈકોર્ટમાંથી કેસ પાછો ખેંચ્યો
કરોડો રૂપિયાનું રિફંડ અટવાઈ જતા અરજી પરત ખેંચી લીધી
રાજકોટ : રાજકોટના રેષકોર્ષ મેદાનમાં યોજાયેલ લોકમેળો વરસાદી વિઘ્નને કારણે રદ કરવામાં આવ્યા બાદ રમકડાં, ખાણીપીણી, આઈસ્ક્રીમ સહિતના ધંધાર્થીઓને ભાડા અને ડિપોઝીટની રકમ રીફંડરૂપે પરત ચુકવવામાં આવ્યા બાદ રાઇડ્સના ધંધાર્થીએ મેળાને વિવાદમાં ઘસડી હાઇકોર્ટમાં કાનૂની જંગ માંડયો હતી જો કે, મેળો રદ્દ થવા છતાં કાનૂની વિવાદને કારણે રાઇડ્સના ધંધાર્થીને રિફંડ ન ચુકવવામાં આવતા રાઇડ્સના ધંધાર્થીએ હાઈકોર્ટમાંથી કેસ વિડ્રો કરી લીધો હોવાનું જાણવા મળે છે,
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રેષકોર્ષ મેદાનમાં તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરાયું હતું પરંતુ ભારે વરસાદને કારણે મેળો રદ્દ કરવામાં આવતા લોકમેળા સમિતિ દ્વારા ખાણીપીણી, રમકડાં અને આઈસ્ક્રીમના ધંધાર્થીઓને ડિપોઝીટ અને ભાડાની રકમ સહિત કુલ રૂપિયા બે કરોડથી વધુની રકમના રિફંડ ચૂકવી દેવામાં આવ્યા હતા. બીજી તરફ રાઇડ્સના ધંધાર્થીએ ચુકવેલ સવા કરોડથી વધુની રકમના રિફંડ હાઇકોર્ટ મેટરને કારણે ચુકવવામાં આવી ન હતી.દરમિયાન રાજકોટના રાઇડ્સના ધંધાર્થી વિરેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ દ્વારા હાઇકોર્ટમાં પોતાના વકીલ મારફતે લોકમેળામાં રિફંડ મેળવવા માટે કેસ વિડ્રો કરવા અરજી કરતા હાઇકોર્ટે અરજદારની અરજી સ્વીકારી લીધી હોવાનું જાણવા મળે છે.