કમિટી નવી’, ૧૭ દરખાસ્તોજૂની’: નિવેડો આવશે કે ફરી પેન્ડીંગ રહેશે ?
મનપામાં આજે મળશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક: મોટામવાથી અવધ સુધીનો રોડ ૪૫ મીટરનો કરવા સહિતની ૧૭ દરખાસ્તો બબ્બે વખત પેન્ડીંગ રહ્યા બાદ આ વખતે ફરી એજન્ડામાં સામેલ: કિયોસ્ક-હોર્ડિંગ બોર્ડનો કોન્ટ્રાક્ટ, ભયગ્રસ્ત મકાનનું ચેકિંગ કરવા સહિતની દરખાસ્તો પર લેવાશે નિર્ણય
મહાપાલિકામાં તાજેતરમાં જ નવા પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. આ પદાધિકારીઓમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વૉર્ડ નં.૨ના કોર્પોરેટર જયમીન ઠાકરે ચાર્જ સંભાળ્યા બાદ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી છે. જો કે ચેરમેન સહિત આખી કમિટી નવી' બની છે પરંતુ એજન્ડામાં સામેલ કુલ ૪૭ પૈકી ૧૭ દરખાસ્તો એવી છે જે પાછલી બબ્બે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકથી ચાલી આવે છે ત્યારે નવનિયુક્ત ચેરમેન-કમિટી આ દરખાસ્તોનો નિવેડો લાવી શકશે કેરાબેતા મુજબ’ની જેમ જ આ દરખાસ્તો પેન્ડીંગ રાખી દેવાશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
પાછલી બે વખતની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટામવા ગામથી અવધ સુધી મતલબ કે મહાપાલિકાની હદમાં આવતાં રસ્તાને ૩૦ મીટરમાંથી ૪૫ મીટર સુધી કરવાની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી રહી છે. આ પાછળનું મુખ્ય કારણ આ રસ્તા પર અનેક મહાનુભાવો'ની જમીન આવેલી હોય જો રોડ પહોળો કરાય તો તેમાં કપાત આવે તેમ હોવાથીદબાણ’ને કારણે આ દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. હવે આ દરખાસ્તને મંજૂર કે નામંજૂર કરવાનો નિર્ણય નવનિયુક્ત કમિટી લ્યે છે કે પછી ફરીથી આ દરખાસ્તને પેન્ડીંગ રાખવાનો સિલસિલો જાળવી રાખે છે તે આજે ફાઈનલ થઈ જશે. આ ઉપરાંત મહાપાલિકામાં વિવિધ વર્ગોની ભરતી અંગેની દરખાસ્ત પણ પેન્ડીંગ છે જેના ઉપર નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
આવી જ રીતે અન્ય દરખાસ્તો પર નજર કરીએ તો શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા ભયગ્રસ્ત મકાનોનું નિરીક્ષણ કરીને તેનો રિપોર્ટ તૈયાર કરવા, ત્રણેય ઝોનમાં ચોમાસા દરમિયાન ઈમલશન દ્વારા મિકેનીકલ પદ્ધતિથી સાઈટ પર રસ્તા પરના પોટ હોલ્સ રિપેર કરવા, ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ માટે જમ્પીંગ કુશન (૨૫ મીટર) ખરીદવા, જુદા જુદા રોડ ઉપર કિયોસ્ક બોર્ડ તેમજ હોર્ડિંગ બોર્ડ ઉપર જાહેરાત પ્રસિદ્ધ કરવાના હક્ક આપવા, વૉર્ડ નં.૧૧ (પાર્ટ) તેમજ ૧૨ (પાર્ટ)માં અમૃત ૨. અંતર્ગત ડે્રનેજ પાઈપ લાઈન નેટવર્ક અને હાઉસ કનેક્શન ચેમ્બર બનાવવા, વૉર્ડ નં.૧૮ના કોઠારિયા વિસ્તારમાં એનીમલ હોસ્ટેલમાં સી.સી.રોડ કરવા, મહાપાલિકાની અમૃત યોજના હેઠળ પ્રસ્તાવિત મ્યુનિસિપલ બોન્ડ માટે જરૂરી બોન્ડ ઈશ્યુ કરવા કમિટીની રચના કરવા તેમજ સભ્યો નીમવા ઉપરાંત કમિટીના કાર્યો અને સત્તાઓ અંગે જરૂરી મંજૂરી આપવા સહિતની ૪૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.
