આયુષ્યમાન કાર્ડ સહિતની યોજનાનો લાભ હવે ઘરબેઠા પહોંચાડશે મનપા
ભારત સંકલ્પ યાત્રા'નું આયોજન જે અંતર્ગત દરેક વૉર્ડમાં રથ ફરશે: વૉર્ડદીઠ બબ્બે યોજનાકીય કેમ્પ યોજાશે
મહાપાલિકા દ્વારા કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને ઘરબેઠા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકારની
વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાશે જે અંતર્ગત દરેક વોર્ડમાં એક રથ ફેરવવામાં આવશે. આ રથ થકી લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે વોર્ડદીઠ યોજનાકીય કેમ્પ યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પીએમ સ્વનિધિ યોજના, હેલ્થ કેમ્પ, આરસીએચ, આયુષ્યમાન યોજના, પીએમ ભારતીય જન ઔષધિ યોજના, આધાર નોંધણી, પીએમ આવાસ યોજના (અર્બન), સ્વચ્છ ભારત અભિયાન (અર્બન), ઈ-બસ સેવા, અમૃત યોજના, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ મુદ્રા લોન યોજના, ડિઝિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીએમ વિશ્વકર્મા યોજના, ઉજાલા યોજના, ખેલો ઈન્ડિયા, ઉડાન યોજના સહિતનો લાભ લોકો મેળવી શકશે.