ભાજપમાં ‘કકળાટ’ સાથે ટાર્ગેટ પૂરા કરવાનું ‘ટેન્શન’
દોડતાં' નેતાઓ-કાર્યકરો પાસે
કેટલા સભ્યો કર્યા, આટલા તો કરવા જ પડશે’ કહી ઉઘરાણી',
નિષ્ક્રિય’ને અચ્છોવાના થઈ રહ્યાની કાનાફૂસી
એક ચોક્કસ' જૂથને અભિયાન સાથે તો જોડાયું પણ તેણે કેટલા સભ્યોની નોંધણી કરી, ટાર્ગેટ ક્યારે પૂરો કરશે તેનું કોઈ જ પૂછાણ ન થતાં નારાજગીનો પાર નથી
આ જૂથ બીમારી, કામધંધા સહિતના બ્હાના કાઢીને છટકી જતું હોવા છતાં તેને કોઈ કશું કહેતું નથી: આ પ્રકારની નીતિથી કોર્પોરેટરોથી લઈ કાર્યકર સુધીનામાં રોષ
વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે મોટી સંખ્યામાં લોકોને જોડવા માટે
સદસ્યતા અભિયાન’ ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી બે કરોડ લોકોને પક્ષ સાથે જોડવા માટેનો સ્પષ્ટ અને કડક આદેશ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આપવામાં આવ્યો છે. સ્વાભાવિકપણે આટલો વિશાળ ટાર્ગેટ મળ્યો હોવાથી નાના કાર્યકરથી માંડીને દિગ્ગજ નેતા સહિતના અત્યારે સામે મળે તેને ભાજપના સભ્ય બનાવી લેવા'ની નીતિ સાથે કામે વળગ્યા છે.
ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો અત્યારે દરેકના મોઢે સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂરો કરવાનું ટેન્શન સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ભાજપના ૬૫થી વધુ કોર્પોરેટરોને અત્યારે સદસ્યતા અભિયાન અંતર્ગત ટાર્ગેટ આપી દેવામાં આવ્યા છે અને આ ટાર્ગેટ પૂરો કરવો જ પડશે તેવી ટકોર પણ દરરોજ કરાઈ રહી છે. આ ઉપરાંત અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકરોને પણ તેમની યથાશક્તિ પ્રમાણે ટાર્ગેટ આપીને કામ કરાવાઈ રહ્યું છે.
આ બધાની વચ્ચે પક્ષમાં
કકળાટ’ પણ શરૂ થઈ જવા પામ્યો છે કે દોડતાં' નેતાઓ મતલબ કે જેઓ દિવસ-રાત અભિયાન માટે કામ કરી રહ્યા છે તેમના પાસે
કેટલા સભ્યો કર્યા, આટલા તો કરવા જ પડશે’ કહીને ઉઘરાણી' કરવામાં આવી રહી છે. જેની સામે એક જૂથ રીતસરનું નિષ્ક્રિય થઈ ગયું છે આમ છતાં તેની પાસેથી સભ્ય નોંધણી અંગે કોઈ પ્રકારની ઉઘરાણી તો દૂર વાત સુદ્ધા પૂછવામાં આવતી નથી. ભાજપ શિસ્તનો ચુસ્ત આગ્રહી પક્ષ હોવાથી સીધી રીતે રોષ બહાર આવી રહ્યો નથી પરંતુ ગણગણાટ બહાર આવ્યા વગર રહેતો નથી. આ જૂથ દ્વારા બીમારી, કામધંધા સહિતના તરેહ તરેહના બ્હાના કાઢીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે આમ છતાં તેમના બહાનાને ગ્રાહ્ય રાખીને
બોજ’ હળવો કરી દેવાય છે જ્યારે તેમના માથેથી હળવો કરાયેલો બોજ કામ કરતા નેતાઓ-કાર્યકરો પર નાખી દેવામાં આવતાં હવે તેમની કેડ કેટલો વજન ખમે છે તે જોવું રસપ્રદ બની રહેશે.
એક ધારાસભ્યનો હિસાબ' હવે થાય છે !
રાજકોટમાં ભાજપના ચાર ધારાસભ્યો છે તેમાંથી એક ધારાસભ્યને લઈને પક્ષમાં જ ગજબની નારાજગી જોવા મળી રહી છે. અત્યાર સુધી તો ખુલીને કોઈ આ અંગે બોલતું ન્હોતું અને કદાચ બોલશે પણ નહીં પરંતુ સદસ્યતા અભિયાન થકી આ ધારાસભ્યનો
હિસાબ’ કરવામાં આવી રહ્યાનો ગણગણાટ થવા લાગ્યો છે. આ ધારાસભ્યના મત વિસ્તારમાંથી ત્રણ ધારાસભ્યોની સરખામણીએ ઓછા સભ્યો નોંધાયા છે જેના થકી જ તેમની છબી ઉપર સુધી બગડે તેવા પ્રયાસ થઈ રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. વળી, આ ધારાસભ્યના મત વિસ્તારના નેતાઓ દ્વારા પણ જાણીજોઈને અન્ય ધારાસભ્યના મત વિસ્તારમાં સભ્ય નોંધણી કરવામાં આવી રહ્યાની ચર્ચાઓ પણ ચાલી રહી છે ત્યારે આ વાતમાં તથ્ય કેટલું હશે તે તો મોવડી મંડળ જ જાણતું હશે.
બે નેતા ભેગા થઈ જાય તો કેમ છો' નહીં, કેટલા સભ્ય થયાની જ વાત !!
સામાન્ય રીતે બે નેતા જ્યારે સામસામે ભેગા થઈ જાય ત્યારે કેમ છો, કેમ નહીં સહિતના મુદ્દે વાત શરૂ કરીને પછી અલક-મલકની વાત કરતા હોય છે પરંતુ સદસ્યતા અભિયાન અંતર્ગત અત્યારે કેમ છો નહીં બલ્કે
તમે કેટલા સભ્ય નોંધ્યા’ની વાત જ ચાલી રહી છે સાથે સાથે યાર, મારે હજુ આટલા બાકી છે, હું કેવી રીતે પહોંચી શકીશ સહિતના ઉદ્ગારો પણ સાંભળવા મળી રહ્યા છે. જે કોર્પોરેટરે પોતાનો ટાર્ગેટ પૂરો કરી દીધો છે તે તો અત્યારે છાતી કાઢીને અટ્ટહાસ્ત કરતા દેખાય છે !
એક વોર્ડમાં મળેલી બેઠકમાં રોષ બહાર આવતાં આવતાં રહી ગયો…
તાજેતરમાં જ સદસ્યતા અભિયાનને લઈને એક વોર્ડમાં પક્ષની બેઠક મળી હતી જેમાં એક જૂથ દ્વારા સાવ ઓછા સભ્ય નોંધવામાં આવ્યા હોવાનો કકળાટ શરૂ થયો હતો. જો કે હજુ વાત આગળ વધે તે પહેલાં જ મોવડીઓએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડી દીધો હતો પરંતુ આ વોર્ડ જેવું જ અન્ય બેઠકમાં પણ બની શકે છે તેવી આગાહી નેતાઓ કરી રહ્યા છે.