રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાયો ! રાજકોટમાં 34.4 ડિગ્રી !
ટાઢા બોળ રહેતા નલિયામાં લઘુતમ તાપમાન 14.4 અને રાજકોટમાં 17.7 ડિગ્રી
રાજકોટ : શિયાળાની હળવા પગે વિદાય સાથે ઉનાળાનું આગમન થયું હોય તેવા અણસાર વચ્ચે સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ઊંચકાવાની સાથે જ મહત્તમ તાપમાનનો પારો પણ ઉચકાતા ઠંડી ગાયબ થઇ જવા પામી છે. બુધવારે રાજકોટ શહેર 34.4 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું.જયારે કાયમ ટાઢા બોળ રહેતા નલિયામાં પણ લઘુતમ તાપમાન 14.4 ડિગ્રી રહેવાની સાથે મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી રહ્યું હતું.

હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં બુધવારે હવામાનમાં બદલાવ સાથે ઠંડી ગાયબ થઇ હોવાનું સામે આવ્યું છે.બુધવારે નલિયામાં 14.4, ભુજમાં 18, કંડલામાં 18.4, તથા રાજકોટમાં 17.7 પોરબંદરમાં 18.4, વેરાવળમાં 18.7, ઓખામાં 21.2 અને અમદાવાદમાં 17.5, વડોદરામાં 16.4, ભાવનગરમાં 18.4, ડિસામાં 14.8, દિવમાં 15.1, દ્વારકામાં 20.6, ગાંધીનગરમાં 16 અને જામનગરમાં 16.6 ડિગ્રી લઘુતમન તાપમાન નોંધાયું હતું.
દરમિયાન વહેલી સવારે રાજ્યમાં ગાઢ ધુમ્મસ છવાઈ જવાની સાથે જ મહત્તમ તાપમાન પણ ઉંચકાયું હતું. રાજ્યમાં સૌથી ઉંચુ મહત્તમ તાપમાન રાજકોટમાં 34.4 ડિગ્રી રહ્યું હતું. આ ઉપરાંત ભુજમાં 34.2, સુરેન્દ્રનગરમાં 33.3, વેરાવળમાં 33.2, નલિયામાં 33.1, અમદાવાદમાં 32.5, ડીસામાં 32.1, પોરબંદર અને સુરતમાં 32, વડોદરામાં 31.8, ગાંધીનગરમાં 31.4 અને ભાવનગરમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.