વ્યાજ- પેનલ્ટીમાંથી મુક્તિ મેળવવા “એમ્નેસ્ટી સ્કિમ”માં જઇ ટેક્સ ભરવાથી કરદાતાઓને મળશે રાહત
જી.એસ.ટી. વિભાગ 10 દ્વારા વેપારી આલમ માટે લાભદાયી અને માર્ગદર્શક સેમિનાર યોજાયો: રાજ્યવેરા કમિશનર હિતેષ જલુ ના નેતૃત્વ હેઠળ યોજાયેલા સેમિનારમાં જાણકારી અપાઈ
“એમ્નેસ્ટી સ્કિમ”માં જઇ ટેક્સ ભરી વ્યાજ અને પેનલ્ટીથી મુક્તિ મેળવી શકાય હોય વેપારીઓને લાભ લેવા અને આ વિષય પર માર્ગદર્શન આપવા જી.એસ.ટી દ્વારા સેમિનાર યોજાયો હતો.
રાજકોટ જી.એસ.ટી વિભાગ-૧૦ દ્વારા સંયુક્ત રાજ્ય વેરા કમિશનર હિતેષ જલુ ના વડપણ હેઠળ “એમ્નેસ્ટી સ્કિમ” વિષયક બાબત માર્ગદશર્ન સેમિનાર યોજાયેલ હતો. કરદાતાઓને રાહત આપતી જીએસટી એમનેસ્ટી સ્કીમના આ સેમિનારમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ. ના પ્રેસીડેન્ટ- વી.પી.વૈષ્ણવ, વાઈસ પ્રેસીડેન્ટ-પાર્થભાઈ ગણાત્રા, રાજકોટ GST બાર એસોસીયેશનના જોઈન્ટ સેક્રેટરી-હેમલભાઈ કામદાર, રાજકોટ બ્રાંચ ઓફ ICAIના ચેરમેન- મિતુલભાઈ મહેતા, રાજકોટ બ્રાંચ ઓફ ICSIના ચેરમેન- વિવેકભાઈ મોલીયા અને ધ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ-રાજકોટ ના પ્રેસીડેન્ટ-રાજીવભાઈ દોશી હાજર રહેલ હતા.
સેમિનારના મુખ્ય વકતા CA શસુમિત શીંગાળા દવારા ઉપસ્થિત મહાનુભાવો, કરદાતાઓ, અધિકારીઓ તેમજ વેપારીમિત્રોને GST એમણેસ્ટી સ્કીમના લાભાલાભ વિષેની તેમજ પેનલ્ટી અને વ્યાજમાં નોંધપાત્ર રાહત આપવાની પ્રક્રિયાની વિગતવાર અને ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી હતી, કાર્યક્રમના અંતે નાયબ રાજ્યવેરા કમિશ્નર ક્રિપાલસિંહ ગોહિલ દ્વારા બહોળી સંખ્યામાં હાજર રહેલા શ્રોતાઓનું અભિવાદન કરેલ.