બિલ્ડરોને ત્યાં દરોડામાં 200 કરોડની કરચોરી:5 કરોડની રોકડ જપ્ત
ટ્રોગોન,રાધે, ધરતી ગ્રુપ સહિત 40 જેટલા સ્થળોએ સર્ચમાં 400 કરોડના બિનહિસાબી વ્યવહારો ખુલ્યા:45 લોકરો અને વ્યાપક પ્રમાણમાં બોગસ એન્ટ્રીઓ મળી
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ચાલી રહેલા ઓપરેશનમાં 400 કરોડના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા છે જેમાં ૨૦૦ કરોડની કરચોરી કરી હોવાની શક્યતા છે જ્યારે 45 બેંક લોકર 30 કરવામાં આવ્યા હતા તેમાંથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ 42 લોકર ખોલ્યા છે અને જ્યાંથી વ્યાપક પ્રમાણમાં જ્વેલરી કબજે કરી તેનું વેલ્યુએશન શરૂ કરાયું છે.
ગયા શુક્રવારથી ઇન્કમટેક્સએ અમદાવાદ, મહેસાણા હિંમતનગર અને મોરબીમાં ટ્રોગોન,રાધે, ધરતી ગ્રુપ સહિત 40 જેટલા સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું જેમાં અત્યાર સુધીમાં 400 કરોડના બિન હિસાબી વ્યવહારો ખુલ્યા છે.
આ તપાસ દરમિયાન એવી વિગતો આવી છે કે, મિલકતના દસ્તાવેજો માં કિંમત અને બજાર કિંમત વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. દસ્તાવેજોમાં અન્ડરવેલ્યુએશન કરીને મોટી કરચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત બિન હિસાબી વ્યવહારોમાં ઓન મની બોગસ એન્ટ્રીઓ, બોગસ લોન ની એન્ટ્રીઓ તેમજ બોગસ એકાઉન્ટની કાચી નોંધ ડાયરી અને ડિજિટલ ડેટા કર્યો છે