એક વર્ષથી લટકતી એલઆરડીની ભરતીમાં નિયમોમાં થયેલા ફેરફાર બાદ વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહમાં
`કર હર મેદાન ફતેહ’
પોલીસ ફોર્સમાં સામેલ થવું એ ઘણા બધા યુવાનો માટે બચપણનું સપનું હોય છે. ત્યારે છેલ્લા એક વર્ષથી લટકતી એલઆરડીની ભરતીમાં થયેલા નિયમોમાં ફેરફાર તેમજ છૂટછાટ બાદ વિદ્યાર્થીઓનો ઉત્સાહ આસમાને પહોંચ્યો છે. તેમજ આંકડાઓને ધ્યાનમાં રાખી તો ખાલી રાજકોટમાં જ ૧૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભરતીની તૈયારીમાં લાગી ગયા છે. તેમજ આવનારી લોકસભાની ચૂંટણી બાદ તરતજ જાહેર થવાની સંભાવના રહેલી છે.
ક્લાસિસ સંચાલક મૌલિક ગોંધિયા સાથે થયેલ વોઇસ ઓફ ડે ની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે આવનારી ભરતીમાં દોડના માર્કસની બાદબાકીથી યુવાનોને ફાયદો તો જરૂર થશે પણ સામે અભ્યાસમાં પણ વધુ ધ્યાન દેવાની જરૂર રહશે. તેમજ નવા નિયમો મુજબ અભ્યાસક્રમની વહેંચણી બે ભાગમાં થયેલા છે.
બંને ભાગ મળીને કુલ ૨૦૦ માર્કસનું પેપર રહસે જેમાં દરેક ભાગમાંથી ૪૦ ટકા એટલે કે ભાગ એ માથી ૩૨ ગુણ તેમજ ભાગ બી માંથી ૪૮ માર્કસ લેવા જરૂર બનશે.તેમજ આઇપીસી એક્ટ, એવિડન્સ એક્ટ , સીઆરપીસી એક્ટ તેમજ સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન જેવા વિષયો રદ કરી ગુજરાતી ગદ્ય સમીક્ષા જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમજ બંધારણ,ગણિત અને રીઝનીંગ ઉપર વિદ્યાર્થીઓએ વધુ અભ્યાસ કરવો પડશે. સાથે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સારા મેરીટ સાથે પાસ થવું હોય તો વહેલી તૈયારી મહત્વની છે.
રનિગ કોચ સાથે થયેલી વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે નિયમોમાં છૂટછાટ બાદ ઘણા યુવાનોને સપનાઓને પાંખ મળી હોય તેવું લાગે છે. અગાઉ ભરતીમાં વજનની મર્યાદાને લીધે કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓ શારીરિક કસોટીમાં નપાસ થતા હતા.
જે નિયમ સરકાર દ્વારા રદ કર્યો છે. તેમજ ભરતી દોડના માર્કસ પણ માકુફ રખાયા છે.વધુમાં જણાવ્યુ હતું કે દોડએ લાંબી પ્રક્રિયા છે. જેમાં વિદ્યાર્થીઓના શારીરિક ક્ષમતા ના આધારે સમય માંગી લે છે. શારીરિક કસોટી પહેલા જો વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ દરમિયાન સમયસર ગ્રાઉન્ડ પૂરું કરતા થઈ જાય તો તેના આત્મવિશ્વાસમાં અનેક ગણો વધારો થાય છે.
એકલા રાજકોટમાં ૧૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભરતીની તૈયારીમાં લાગ્યા: દોડવું સેહલું બન્યું પણ
પઅભ્યાસથ ગેમ ચેંજર સાબિત થશે: લોકસભા ચૂંટણી પછી તરત જ ભરતી પ્રક્રિયા શરૂ થવાની સંભાવના
નિયમો
જૂના નિયમો નવા નિયમો
દોડના ગુણ હતા ૨૫ મિનિટમાં દોડ પૂરી
કરવાની રહેશ
વજનમાં માપદંડ હતા વજનના માપદંડ રદ
૧૦૦ ગુણનું પેપર ૨૦૦ ગુણનું પેપર
( સમય ૨ કલાક) (સમય ૩ કલાક)
આ બે યુનિવર્સિટીમાં કોર્ષ કર્યો હશે તો મળશે વધારાના માર્કસ
NFSU:નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
RRU: રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી
૧ વર્ષના કોર્સ માટે ૩ ગુણ
૨ વર્ષના કોર્સ માટે ૫ ગુણ
૩ વર્ષના કોર્સ માટે તો ૮ ગુણ
૪ વર્ષ કે તેથી વધુ તો ૧૦ ગુણ