જિલ્લાના પ્રવાસન સ્થળોનો ઝડપી વિકાસ કરો : કલેકટર
ઘેલા સોમનાથ, ઓસમડુંગર, મીનળદેવી સહિતના સ્થળોએ હરીયાળી વધારવા પ્રવાસન સમિતીની બેઠકમાં સૂચના
રાજકોટ કલેકટર કચેરી ખાતે પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, કોટડા-સાંગાણી, ઉપલેટા, જામકંડોરણા, પડધરી, લોધિકા, જસદણ, વીંછિયા સહિતના ગામોમાં સમાવિષ્ટ પ્રવાસન સ્થળોનો વિકાસ ઝડપી બનાવવા જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
પ્રવાસન સમિતીની બેઠકમાં ઘેલા સોમનાથ, દરબારગઢ, આંબરડી, ઓસમડુંગર, મીનળદેવી, જલારામ મંદિર, વગેરે જેવાસ્થળોપર શરૂ થયેલા કામો અંગેની માહિતી પી.પી.ટી.ના માધ્યમથી રજૂ થઈ હતી, આ તકે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતુ કે, પ્રવાસન જગ્યાઓએ બાંકડા, ઝાડવા અને વિવિધ જરૂરી સગવડ વધારવા અને લોકોને પ્રવાસન સ્થળોને આકર્ષવા માટે જરૂરી તમામ સવલતો ઝડપભેર સ્થાપિત કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લાવિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક એ.કે.વસ્તાણી, નગરપાલિકાઓના વિભાગીય નિયામક ઈલાબેન ચૌહાણ, નાયબ જિલ્લાવિકાસ અધિકારી ઇલાબેનગોહિલ, એસ.ટી.વિભાગીય નિયામક કલોતરા, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, જિલ્લાયુવા વિકાસઅધિકારી હિતેશ દિહોરા, પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી ખપેડ સહિતના અધિકારીઓ જોડાયા હતા.