Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

અટલ સરોવરમાં `ખાયકી’નું સ્માર્ટ કૌભાંડ: ખાણીપીણીમાં ૪૦% કમીશન !!

Mon, May 20 2024

એજન્સીએ કોઈની મંજૂરી લીધા વગર અટલ સરોવરની અંદર રેંકડી-ફૂડ વ્હીકલનો ખડકલો કરાવી દીધો, દરેકની ઉપર માણસો ગોઠવીને કેટલો ધંધો થાય છે તેનું રખાતું ધ્યાન

૨૦ રૂપિયામાં વેચાતી પાણીપૂરીની ડીશ ત્યાં ૪૦ રૂપિયામાં વેચાય છે’ને તેમાંથી ૧૬ રૂપિયા એજન્સી કમિશન તરીકે જમી જતી હોવાનો પર્દાફાશ

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)


ભેળના ૫૦, ચનાજોરના ૫૦, દહીંવડાના ૬૦, બ્રેડપકોડાના ૫૦, સમોસાના ૫૦ રૂપિયા ભાવ કેમ કે જેટલો ધંધો થાય તેમાંથી ૪૦% કમિશન આપવું ફરજિયાત !

રામ કી ચીડિયા…રામ કા ખેત…આ કહેવત રાજકોટ માટે નવલું નઝરાણું બનેલા અટલ સરોવર-રેસકોર્સ-૨ ઉપર બરાબરની ફિટ બેસતી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારથી સરોવર ખુલ્લું મુકાયું છે ત્યારથી લઈ આજ સુધીમાં અહીં તરેહ-તરેહના વિવાદો જન્મ લઈ ચૂક્યા છે. ટિકિટ ખરીદીની વાત હોય કે પછી અંદર અપાયેલી વ્યવસ્થાની વાત હોય દરેક ઉપર પ્રશ્નાર્થ મુકાયા વગર રહેતું નથી. આ વિવાદો જાણે કે ઓછા હોય તેવી રીતે હવે અહીં ખાયકી'ના સ્માર્ટ કૌભાંડનો પર્દાફાશવોઈસ ઓફ ડે’ દ્વારા કરવામાં આવ્યો છે. અટલ સરોવર પર કરાયેલા `રિયાલિટી ચેક’માં એવો ખુલાસો થયો છે કે એજન્સી દ્વારા નિયમ વિરુદ્ધ જઈને ખાણીપીણીની રેંકડીઓ તેમજ ફૂડ વ્હીકલને અંદર ઉભા રહેવાની મંજૂરી આપી દેવામાં આવી છે સાથે સાથે તેમની પાસેથી ૪૦% કમીશન લેવામાં આવી રહ્યું છે !!

રંગીલા રાજકોટવાસીઓ માટે બહુ ટૂંકા ગાળામાં અટલ સરોવર ફેવરિટ બની ગયું છે એટલા માટે લોકો મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે. સ્વાભાવિક પણે ફરવા જનારા લોકો ત્યાં ખાણીપીણીની વસ્તુઓની ખરીદી કરવાના છે જેનો લાભ લઈ એજન્સી દ્વારા ખાયકી કરવાની ગોઠવણ કરી લેવામાં આવી અને એક પછી એક રેંકડી-ફૂડવાન અંદર ઉભી રહેવાનું શરૂ કરી દેવાયું હતું.

`વોઈસ ઓફ ડે’ દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં અટલ સરોવરની અંદર પાણીપૂરીની એક પ્લેટ ૪૦ રૂપિયામાં વેચાતી હતી જે શહેરમાં ૨૦ કે ૨૫ રૂપિયામાં મળે છે. જો કે અટલ સરોવરમાં ૪૦ રૂપિયાની એક પાણી પૂરીની પ્લેટ વેચાય એટલે તેમાંથી ૪૦% લેખે ૧૬ રૂપિયા કમિશન એજન્સી જમી જતી હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ જ રીતે ભેળના ૫૦ રૂપિયા, ચનાજોરના ૫૦ રૂપિયા, દહીંવડાના ૬૦, બ્રેડ-પકોડાના ૫૦, સમોસાના ૫૦ રૂપિયા ભાવ વસૂલાઈ રહ્યો છે જે તમામનું વેચાણ થાય એટલે તેમાંથી ૪૦% કમિશન એજન્સી ધંધાર્થીઓ પાસેથી લઈ લ્યે છે.

વળી, કઈ રેંકડી-ફૂડ વાન ઉપર કેટલો ધંધો થાય છે તેના ઉપર નજર રાખવા માટે એજન્સીએ જ ૧૨થી ૧૩ જેટલા લોકોને ગોઠવી દીધા હોવાનું અને તેના દ્વારા જ હિસાબ-કિતાબ કરાતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એકંદરે અહીં એજન્સી દ્વારા રેંકડીઓ-ફૂડવાનને ઉભા રહેવા બદલ કોઈ ભાડું નથી વસૂલાતું બલ્કે ધંધામાંથી ૪૦% લેવાય છે. એકંદરે એજન્સીએ ગરીબ ધંધાર્થીઓ સાથે રીતસરની `ભાગીદારી’ કરી લઈને ખીસ્સા ભરવાનું હિન કૃત્ય કર્યું છે.

આ પ્રકારે અંદર ઉભા રહેવાની કોઈ મંજૂરી નથી, કાર્યવાહી કરાશે
અટલ સરોવરમાં ચાલી રહેલા `ખાયકી કૌભાંડ’ અંગે મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણીનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારે અટલ સરોવરમાં ઉભા રહેવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. એજન્સીને નોટિસ ફટકારી આકરી કાર્યવાહી કરવામાં આવશે.

અમારે બમણો ભાવ લેવો જ પડે કેમ કે ૪૦% આપવા પડે છે !
વોઈસ ઓફ ડે' દ્વારા અટલ સરોવરમાં ઉભા રહીને ભેળ, સમોસા, દહીંવડા સહિતની વાનગીનું વેચાણ કરતાં ધંધાર્થીને ડબલ ભાવ અંગે પૂછવામાં આવતાં તેણેઑન કેમેરા’ કહ્યું હતું કે અમારે બમણો ભાવ લેવો જ પડે કેમ કે એજન્સીને ૪૦% કમિશન આપવું પડે છે. છેલ્લા પંદર દિવસથી અમે આ રીતે કમીશન ચૂકવી રહ્યા છીએ.

પાર્કિંગમાં પણ રમત', પૈસા લઈને કોઈ પ્રકારની પહોંચ નહીં !

અટલ સરોવર દૂર હોવાથી સ્વાભાવિક પણે લોકો પોતાનું ટુ અથવા ફોર-વ્હીલર લઈને જ જવાના છે ત્યારે પાર્કિંગમાં પણરમત’ કરવામાં આવી રહી છે. અહીં પાર્કિંગના પૈસા લઈને કોઈ પ્રકારની પહોંચ આપવામાં આવતી ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

લેઝર-શોના પણ ૮૦ની જગ્યાએ ૯૦ ભાવ
અટલ સરોવરનું સૌથી મોટું નઝરાણું ગણી શકાય તેવા લેઝર-શોના ભાવમાં પણ ૧૦ રૂપિયાનો વધારો પાછલા બારણેથી ઝીંકી દઈને એજન્સી દ્વારા ૮૦ની જગ્યાએ ૯૦ રૂપિયા વસૂલાઈ રહ્યો હોવાની ફરિયાદ ત્યાં ફરવા ગયેલા લોકો દ્વારા કરવામાં આવી હતી.

પાણી બહારથી લઈ જવાની મનાઈ…અંદર ડબલ પૈસા ચૂકવીને ખરીદવાનું
આટઆટલી ગરમી હોવાને કારણે અટલ સરોવરમાં પાણીની માંગ રહેવી સ્વાભાવિક છે. જો કે એજન્સી દ્વારા બહારથી પાણી લઈ જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને અંદરથી ડબલ પૈસા ચૂકવીને ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી છે.

Share Article

Other Articles

Previous

આનંદો : ચોમાસુ આંદામાનમાં બેસી ગયુ

Next

ગાંધી પરિવારની શાખ માટે આજનુ મતદાન નિર્ણાયક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
8 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
9 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
9 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
10 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

નાકરાવાડી ડમ્પિંગ સ્ટેશનમાં હિટાચી નીચે દબાઈ જતાં શ્રમિકનું મોત
રાજકોટ
9 મહિના પહેલા
રાજકોટમાં 20 અને 35 વર્ષના બે યુવાનોના હદય બંધ પડી ગયા
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : સમલૈગીંક સબંધના બહાને યુવાનને મળવા બોલાવી બે શખ્સોએ લૂંટી લીધો
ક્રાઇમ
8 મહિના પહેલા
દેશનું અર્થતંત્ર દોડ્યુ : ત્રીજા ક્વાર્ટરમાં GDPગ્રોથ 6.2 ટકા રહ્યો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર