પડધરી પાસે અકસ્માતમાં ભાઈની નઝર સામે બહેનનું મોત
એમસીએનો અભ્યાસ કરતી યુવતી અને એન્જિનિયરીંગનો અભ્યાસ કરતાં યુવાનને ઇકકો કારે અડફેટે લીધા
રાજકોટ-જામનગર હાઇવે ઉપર પડધરી પાસે ઇક્કો કારના ચાલકે આગળ એક્ટિવાને હડફેટે લેતાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતાં યુવાનન નઝર સામે એમસીએનો અભ્યાસ કરતી બહેનનું મોત થયું હતું. બનાવથી પટેલ પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. અકસ્માતમાં ભાઈને ઇજા થતાં સારવારમાં રાજકોટ ખસેડાયો હતો.
જોડિયાના કેસીયા ગામે રહેતી હસમુખભાઈ ગોધાણીની પુત્રી જેમીનાબેન (ઉ.વ.22) રાજકોટમાં એમસીએનો રાજકોટમાં અભ્યાસ કરી અમદાવાદ ઇન્ટરશીપ કરતી હતી જ્યારે પુત્ર રાજ પણ રાજકોટમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હોય બન્નેને સાતમ-આઠમના તહેવાર પર રજા હોવાથીતે ગામ કેસીયા આવ્યા હતા અને તહેવાર પૂર્ણ થતાં બન્ને રાજકોટ જવા નીકળ્યા હતા જેમિનાને રાજકોટથી અમદાવાદ જવું હોવાથી તે ભાઈ રાજ સાથે એક્ટીવા ઉપર નીકળી હતી ત્યારે પડધરી બાયપાસ પાસે રેલવે ઓવરબ્રિજ પર પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવેલ ઇક્કો કારના ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતાં બંને ભાઈ-બહેન રોડ પર પટકાયા હતાં અને જેમીનાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે રાજને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક જેમિનાના ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું. આશાસ્પદ પુત્રીના મોત થી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.