Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

શ્રાવણિયો જુગાર એ તો ધાર્મિક કૃત્ય છે!

Sun, August 27 2023

પોલીસવાળા ભાઈઓને શાસ્ત્ર જ્ઞાન આપવાનો સમય હવે પાકી ગયો છે.


માનવજાતિ ભારે નિષ્ઠુર છે.જેના આપણી ઉપર હજારો ઉપકાર હોય એને જશ દેવાને બદલે,એની બિરદાવલીઓ ગાવાને બદલે,એને ગૌરવ ચંદ્રકો દેવાને બદલે,એનું જાહેર સન્માન કરવાને બદલે એને જૂતા મારવા,બદબોઈ કરવી,અવગણના કરવી,ઉપેક્ષા કરવી તે માનવ જાતીની જૂની અને જાણીતી પરંપરા છે.માણસોની એ બેવફાઈના બે હ્ર્દયવિદારક ઉદાહરણ ભાષાના ક્ષેત્રે ગાળોને અને રમત ગમતના ક્ષેત્રે જુગારની રમતને થયેલા ઘોર અન્યાયમાંથી મળે છે.


ભાષા ક્ષેત્રમાં
કાવ્યો,મુક્તકો,નવલિકાઓ,નવલકથાઓ અને નાટકોનું જે પ્રદાન છે તેનાથી અનેક ગણું વધારે પ્રદાન ગાળોનું છે.સરેરાશ માણસ એની જિંદગીમાં કાવ્યો બોલે છે તેનાથી 2.3 કરોડગણી વધુ વખત ગાળો બોલે છે.ગાળોને કારણે જ ભાષા આટલી સમૃદ્ધ,રોમાંચક અને જન જનની મનકી બાત કહેવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ બની શકી છે એ તો કવિઓ પણ સ્વીકારે છે અને છતાં પણ સાહિત્યના એક પણ ક્ષેત્રમાં ગાળોને સત્તાવાર માન્યતા નથી આપવામાં આવી.અખબારોમાં ગમે તેટલી ઈચ્છા હોય તો પણ સંસ્કારી તંત્રીઓ ગાળો લખવાની મંજૂરી નથી આપતા.નેતાઓને સંબોધી ને ગાળપ્રચૂર નિવેદનો કરવાની બંધારણમાં મનાઈ ફરમાવી દેવામાં આવી છે.ગાળો ઉપર વિપુલ સાહિત્યસર્જનની અસીમ સંભાવનાઓ છે.એ પ્રકારનું મણ મણની ગાળો સભર સાહિત્ય લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખરો સર કરે અને એ પ્રકારની વાર્તાઓની ઉપરા છાપરી નવી નવી પ્રતો છપાવ્યે જ રાખવી પડે એ સુપેરે સ્પષ્ટ હોવા છતાં એક પણ પ્રકાશક ગાળ સાહિત્યના પ્રકાશન માટે આગળ આવતા નથી.


એ જ સ્થિતિ જુગારની રમતની છે.ભારતવર્ષની
આ પ્રાચીનતમ રમતની જે ઘોર અવગણના કરવામાં આવી છે એ આ મહાન લોકશાહી દેશને લગીરેક શોભા નથી આપતું.જુગારની રમત રમવા ઉપર કાળા કાયદા દ્વારા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.એક મહાન સ્પોર્ટસનું ગળું ટુંપી દેવામાં આવ્યું છે.કાયમ હાથ જોડીને બેઠી રહેતી પોલીસ પણ જુગારનું નામ આવે એટલે થનગનવા લાગે છે અને પુરા જોશથી ત્રાટકે છે.


કેવો અન્યાય?કેવી વીટંબણા?,નહીંતર જુઓ,એક સમયે જ્યારે પૃથ્વી ઉપર સતયુગની ધ્વજા ફરકતી હતી ત્યારે આ ગ્રેટ સ્પોર્ટસ નો કેવો દબદબો હતો?એના કેટલા માનપાન હતા.અત્યારે જે સ્થાન ક્રિકેટનું છે એ સ્થાન એ સમયે જુગારનું હતું.લોકો પુરા જોશથી જુગાર રમતાં. રંગે ચંગે જુગાર રમી શકાતું.જાહેરમાં છડે ચોક,ખુલ્લેઆમ રમી શકાતું.ગામે ગામ જુગારની સ્પર્ધાઓ થતી.જુગાર રમવા માટે બાકાયદા આમંત્રણ અપાતા. જુગારનો મેચ જોવા માટે હજારો લોકો ઉમટી પડતાં.


વાત આટલેથી જ નથી અટકતી.જુગાર એ તો ભારતવર્ષની રાષ્ટ્રીય રમત હતી.રાષ્ટ્રહિતના અતિ અગત્યના નિર્ણયો જુગારની રમત થકી નક્કી થતાં. આજે જ્યારે કળિયુગમાં જુગાર અને જુગારીઓને હાંસિયામાં ધકેલી દેવાયા છે ત્યારે અત્રે એ યાદ અપાવવું ખાસ જરૂરી છે કે જુગાર એ માત્ર રમત જ નહોતી,એ એક ધાર્મિક કૃત્ય પણ હતું. મહર્ષિ વેદ વ્યાસ દ્વારા માન્યતા પ્રાપ્ત આ હકીકત છે.પાંડુ રાજાના પાંચ પુત્રો પૈકીના જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર ધર્મરાજા તરીકે જ ઓળખાતા. એમનું એક પણ કૃત્ય અધાર્મિક ન હોય શકે.એ યુધિષ્ઠિર પણ જુગારના શોખીન હતા.જુગારને એ સમયે દ્યુત કહેવાની પ્રથા હતી. વળી, યુધિષ્ઠિરને જુગારનો શોખ હતો અને એમાં કોઈને કાંઈ નવું ન લાગતું કારણ કે જુગાર તો બધા રમતાં. કૌરવોએ એમને દ્યુત રમવા નિમંત્રયા ત્યારે કાયદેસર ઇનવીટેશન કાર્ડ મોકલ્યા હતા. આમંત્રણ આપવા માટે દૂતો ગયા હતા.અત્યારે જેમ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સ્પર્ધા યોજાય છે એ પ્રકારની એ સ્પર્ધા હતી.
આમંત્રણ મળ્યા પછી યુધિષ્ઠિર જુગાર રમવા ગયા ત્યારે અત્યારે આપણે લાચાર મનુષ્યોને ઘરેથી ખોટું બોલીને છાના છપના જુગાર રમવા જવું પડે એવી લાચારી યુધિષ્ઠિરને નહોતી અનુભવવી પડી.કારણકે જુગારની સ્પોર્ટને પવિત્ર કર્મ માનવામાં આવતું હતું.તેઓ તો છડેચોક,રજવાડી રથમાં સવાર થઈ ભાઈઓ અને ઘરવાળાને સાથે રાખીને ગયા હતા.જ્યાં જુગાર રમાયો એ પણ કોઈ ગામડાંની સીમમાં આવેલી વાડી નહોતી.રાજસભામાં પાટલા મંડાયા હતા.ભીષ્મ પિતામહ સહિતના મહાન આર્યો સ્પર્ધા જોવા ઉમટી પડ્યા હતા.સુપુત્ર દુર્યોધન જુગાર રમવાનો હતો એટલે બાપુજી ધૃતરાષ્ટ્ર આંખે ન દેખાતું હોવા છતાં ગોગલ્સ ચડાવીને ગોઠવાઈ ગયા હતા. આજે તો એ ભવ્ય સંસ્કૃતિ ભૂલી ગયેલા વર્તમાન સમયના અન્યાયી પપ્પાઓ પોતે ખાનગી મહેફિલોમાં નિરાંતે પાનાં ટીચતાં હોય છે પણ જો ખબર પડે કે કુંવરે પણ ક્યાંક પાટલા માંડ્યા છે તો રજ નું ગજ કરી નાખે છે.એ સંસ્કારી સમયમાં આવા બેવડા ચાલ ચરિત્ર વાળા પપ્પાઓ કે વડીલો નહોતા.


જો કે કૌરવો વિરૂદ્ધ પાંડવો વચ્ચેની એ ગેમ વન સાઈડેડ થઈ ગઈ હતી.અઠંગ જુગારી શકુની તમામ રાઉન્ડ જીતી ગયા.યુધિષ્ઠિર ફોલોઓન ઉપર ફોલોઓન થતા ગયા અને અંતે દ્રૌપદીના ચીર પુરવા માટે કૃષ્ણ ભગવાને સાડીઓનો જથ્થો ખાલી કરવો પડ્યો.આ ઘટનામાંથી બોધપાઠ લઈને યુધિષ્ઠિરે કોચિંગ લેવાનું શરૂ કર્યું હતું.પાંડવો વનવાસ ભોગવતા હતા ત્યારે બૃહદશ્વ નામના એક સિદ્ધ મુનિ પાસેથી યુધિષ્ઠિર પાસા ફેંકવાની વિદ્યા શીખી દ્યુતની રમતમાં હાઇલી કવોલીફાઇડ ખેલંદા બન્યા હતા અને એ કવોલીફિકશનના આધારે જ દ્યુત વિદ્યાના નિષ્ણાંત તરીકે વનવાસના છેલ્લા વર્ષમાં તેમને વિરાટ રાજાને ત્યાં નોકરી મળી હતી.


આ બધું સાબિત કરે છે કે ભારત વર્ષનો જેને શ્રેષ્ઠ કાળ ગણવામાં આવે છે એ મહાભારતના સમયની સૌથી વધુ લોકપ્રિય અને સત્તાવાર સ્પોર્ટ્સ તરીકેનું બહુમાન જુગારની રમતને મળ્યું હતું. કાળક્રમે અન્ય નાના પ્રકારની રમતોના આક્રમણને કારણે આ રમતનું મહત્વ ઘટતું ગયું.ભારતીય સંસ્કૃતિના દુશમનો દ્વારા આ પ્રાચીનતમ રમતને રહેતા રહેતાં તો કાયદાની નિર્દય એડી હેઠળ કચડવાનું શરૂ કરાયું.પણ આમ છતાં લોકહૃદયમાં આ રમતનું સ્થાન યુગો પૂર્વે હતું એટલું જ અવિચળ અને પૂજનીય છે.જ્યાં જુગાર રમાય છે એ સ્થળને આજે પણ તીર્થધામનો દરજ્જો અપાયો છે.ક્રિકેટ રમાતું હોય એ સ્થળને સ્ટેડિયમ કહેવામાં આવે છે,બેડમિન્ટન કે ટેનિસની રમતો રમાતી હોય એ સ્થળને કોર્ટ કહેવામાં આવે છે,રાજકારણની રમતો રમાતી હોય તે સ્થળોને સંસદ અને વિધાનસભા કહેવામાં આવે છે પણ જ્યાં જુગાર રમાતો હોય એને તો જુગારધામ કહેવામાં આવે છે.હિન્દુઓના પવિત્ર ચારધામ પછી જો કોઈ અન્ય ધામ હોય તો તે જુગરધામ છે એવું દેશની અજ્ઞાની પોલીસને યાદ અપાવવાનો સમય પાકી ગયો છે.જુગારની રમત મહાનતમ હોવા છતાં,અતિ લોકપ્રિય હોવા છતાં,વિશ્વના ખૂણે ખૂણે રમાતી હોવા છતાં એ રમતની પોતાની ખાનદાની, એની નમ્રતા,નિરાભિમાનીપણું અને સાદગી આપણા હૈયા ભીંજવી દે તેવા છે.જુગારની રમત રમવા માટે કોઈ લાયકાતની જરૂર નથી.મોંઘાદાટ સાધન સરંજામની જરૂર નથી.એ રમવા માટે પીચ કે મેદાનો તૈયાર કરવા પડતાં નથી.અમ્પાયરો કે રેફરીની જરૂર નથી પડતી.એ કોઈ પણ સમયે રમી શકાય છે.ઈનફેક્ટ આ એક જ રમત એવી છે જે ચોવીસ કલાક રમી શકાય છે.જેવી જેની સ્ટેમીના.ટીમમાં ન્યૂનતમ કે મહત્તમ ખેલાડીઓ હોવા જોઈએ એવા કોઈ નિયમોમાં આ રમત બંધાઈ નથી.ઓછામાં ઓછા બે થી માંડીને વધારેમાં વધારે જેટલા જોડાઈ શકે એટલા લોકો એક જૂથમાં કે અલગ અલગ જૂથમાં અવિરત જુગાર રમી શકે છે.જુગાર સાચા અર્થમાં બિનસંપ્રદાયિકતા,સર્વધર્મ સમભાવ અને સમજવાદનું પ્રતીક છે. ઉચ્ચ નીચના સંકુચિત ભેદભાવો આ પવિત્ર રમતને અભડાવી શક્યા નથી. પુરુષ-મહિલા,ગરીબ-તવંગર,કર્મચારી-માલિક, શિક્ષક-શિષ્ય,બાપ-દીકરો બધા રમી શકે છે.


આપણે બધા એક યા બીજા સ્વરૂપે સતત જુગાર રમતાં જ રહીએ છીએ. લોકશાહીમાં ચૂંટણી એ મોટામાં મોટું જુગાર પર્વ છે.જિંદગીમાં પણ લોકો લગ્ન વિગેરે પ્રસંગોએ જુગાર જ રમતાં હોય છે.કાયદાના પ્રતિબંધ છતાં જુગારની રમત પોતાનું સ્થાન અડગ રાખી શકી છે.દિન પ્રતિદિન આ રમત વધુ ને વધુ લોકપ્રિય બની રહી છે.કોણ જાણે કેમ પણ શ્રાવણ માસમાં આ રમત રમવાના ઉમળકા ગાંડતુર બનેલાં દરિયાના ઉછળતાં લોઢની માફક ઉછળવા લાગે છે.આપણી મુશ્કેલી આ જ છે.આપણાં ધાર્મિક પ્રસંગોને આપણે જ વિકૃત બનાવી દીધા છે.શ્રાવણ મહિનો તો શિવની ભક્તિ માટેનો છે.હર હર મહાદેવના નાદ કરવાનો છે પૌરાણિક કથાઓમાંથી પ્રેરણા લેવી હોય તો એ લેવાય કે ધર્મરાજા જેવા ધર્મરાજા પણ જુગારને કારણે ઘરબાર વગરના થઈ ગયા હતા. મહાભારતના હજારો વર્ષ પહેલાં જુગારની લતમાં નળરાજા પણ દમયંતીને હારી ગયા હતા અને યાદ રાખજો કે કૃષ્ણ ભગવાન આખી દુનિયાના પુરુષોની પત્નીઓ માટે સાડીના જથ્થા લઈને તેયાર નહીં બેઠા હોય.માટે હે માન્યવર સુજ્ઞ જનો, દેવીઓ ઔર સજજનો જો ઘર બાર અને બૈરી છોકરાઓનું હિત હૈયે હોય તો જુગાર કદી રમવું નહીં.તેનાથી દો ગજ ની નહી પણ સો ગજ ની દુરી રાખવી.

Share Article

Other Articles

Previous

ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી ભાગેલી તરૂણી અમદાવાદ થી પકડાઈ

Next

100 ટકા ઇથેનોલથી ચાલનારી કાર બે દિવસ બાદ લોન્ચ થશે, ઇન્તેજારનો અંત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
10 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
10 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
11 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
11 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

મહિલા ક્રિકેટમાં પહેલી વખત ૩૦૦+ રનનો લક્ષ્યાંક હાંસલ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
પડતર પ્રશ્નોને લઈ રાજકોટમાં આરોગ્ય કર્મચારીઓની વિશાળ રેલી
રાજકોટ
6 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મુસાફરીનો યોગ, દિવસ અત્યંત શુભ રહેશે
ગુજરાત
1 વર્ષ પહેલા
અમેરિકી પ્રમુખપદની રેસમાં શું થયું ? જુઓ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર