૨૦ વર્ષથી ધતિંગલીલા કરનાર ભુવાનો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા
પરીક્ષામાં પાસ કરવાની બોલપેન આપતો હતો
છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની સીમમાં છેલ્લા ૨૦ વર્ષથી દોરા-ધાગા, ઉતારવિધિ, પરીક્ષામાં પાસ કરવાની બોલપેન, મહિલાઓને દુખાવો બંધ કરવા માલીશ કરતો ભુવો ગણપત નાથુભાઈ નાયકાની કપટલીલાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૬૫મો સફળ પર્દાફાશ કર્યો હતો.
રાજકોટથી જાથાની ટીમ જયંત પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, ગુલાબસિહ ચૌહાણ, રવિ
પરબતાણી, ભાનુબેન ગોહિલ, પ્રકાશ, સ્થાનિક સંખેડાના પનિલ ભોઈ એડવોકેટ, રાણાભાઈ સહિત કાર્યકરો કદવાલ પોલીસ સ્ટેશને
પહોંચી ગયા.
ઈન્ચાર્જ પો.ઈન્સ. કે. એમ. રાઠોડ સાથે વિગતે ચર્ચા કરી હતી. પી.એસ.ઓ., એ.એસ.આઈ. ચંદુભાઈ કરશનભાઈ, પો.કોન્સ્ટે. રવિનાબેન અનુભાઈ, પો.કોન્સ્ટે. મનિષાબેન જેસીગભાઈ, ગોહાપડીબેન, પોલીસ વાન ફાળવી દીધા. સટુન જવા રવાના થયા. જાથાની ટીમ અને પોલીસ કાફલો ભુવા ગણપતના ઘરે પહોંચી ગયા ત્યારે મહિલાના પગમાં માલીશ કરતા હતા. ભુવા રંગે હાથે ઝડપાઈ ગયો. જયંત પંડયાએ પરિચય આપી કાયમી ધતિગલીલા બંધ કરાવવા આવ્યા છીએ.
બોલપેનથી પાસ કેવી રીતે થાય, મહિલાઓને સ્પર્શ કેમ કરો છો ? કાળા દોરા-ચોખા-ઉતારવિધિ, ભ્રમમાં નાખવું ગુન્હાને પાત્ર છે.
કબીરપંથી ભુવા હોય વારંવાર શરણાગતિ સ્વીકારી માફી માંગવા લાગ્યો હતો. કાયમી બંધની જાહેરાત કરી દીધી હતી. કબુલાતનામું આપવા સંમતિ આપી હતી.
આખા ગામ સટુનમાં ખબર પડતા કુતૂહલ જોવા ઉમટી પડયા હતા. ભુવાના કરતૂતો બંધ કરાવતા ગામ લોકોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. ભુવા ગણપતની મુશ્કેલીના સમયે કોઈ મદદે આવ્યું ન હતું