કોટડા સાંગાણીના સતાપર ગામેપોલીસ કોન્ટેબલના ત્રાસથી વેપારીનો આપઘાત
પત્નીના આપઘાતમાં નિવેદન માટે બોલાવી પરેશાન કરતાં હોવાનો પરિવારનો આક્ષેપ
કોટડા સાંગાણીના સતાપર ગામે રહેતાં રમેશભાઇ ઉર્ફજીતેશભાઇ અરજણભાઇ સોહેલીયા (ઉ.વ.૩૬) નામના વેપારીએ પોતાની કરિયાણાની દુકાને જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો વેપારીની પત્નીએ એક માસ પૂર્વે આપઘાત કર્યો હોય જે બાબતે તેને પોલીસ કોન્સ્ટેબલવારંવાર ધમકી આપતો હોય જેના ત્રાસથી આપઘાત કર્યાના આક્ષેપ સાથે કોન્સ્ટેબલ વિરુદ્ધ દાખલ કરવાની માંગ સાથે પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
આપઘાત કરનાર રમેશભાઇના ભાઇ જીજ્ઞેશભાઇસોહેલીયાએ આક્ષેપ કર્યો હતો કે,તેમના ભાઇ રમેશભાઇ અગાઉ ગોંડલમાં હીરા ઘસતાંહતાં જેમાં યોગ્ય વળતર નહિ મળતા તેણે ગામમાં કરીયાણાની દુકાન ચાલુ કરી હતી. રમેશની પત્ની રતનબેને એક મહિનાપહેલા ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો. રતનબેનના આપઘાત બાદ રમેશ ઉર્ફે જીતેશ સોહલીયાને પરસ્ત્રી સાથે આડા સંબંધ હોવાની રતનબેનના પરિવારે શંકા દર્શાવી હતી જે શંકાને આધારે પોલીસે રમેશ ઉર્ફે જીતેશ સોહલીયાને નિવેદન માટે બોલાવતા પોતાના અનૈતિક સંબંધની પરિવારને જાણ થશે તેવી દહેશતે રમેશ ઉર્ફે જીતેશ સોહલીયાએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ આ મામલે પોલીસ કોન્સ્ટેબલ અશોક ડાંગર નિવેદનના બહાને બોલાવી તને પૂરી દેવો છે તેમ કહી ત્રાસ આપતા રમેશ ઉર્ફે જીતેશ સોહલીયાએ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનો આક્ષેપ કર્યો છે. કોટડાસાંગાણી પોલીસે રમેશભાઇનું નિવેદન લીધુ હોવા છતાં તેને ફોન કરી વહિવટનહિ થાય તો ફીટ કરી દેવામાં આવશે તેવી ધમકી આપતાં હતાં.જવાબદાર સામે ગુનો દાખલનહિ થાય ત્યાંત સુધી મૃતદેહ સ્વીમકારવાનો ઇનકાર કરી દીધો હતો.કોટડા સાંગાણીની પોલીસકાફલો રાજકોટ પહોંચ્યોા હતો.