Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મુશ્કેલીઓમાં પણ સંઘર્ષ કરી જંગ જીતનારી મહિલાને સલામ

Thu, November 23 2023

પતિના મૃત્યુ બાદ આત્મનિર્ભર બની પરિવારનું ગુજરાન ચલાનાર રીટાબેન અને પારૂલબેનની અનોખી કહાની
સ્ત્રી સશક્તિકરણ એટલે શું ? મહિલાઓના માન સન્માન આપવું માત્ર તે જ ? ના સ્ત્રી સશક્તિકરણ એટલે મહિલાઓની અંદર રહેલી આંતરીક શક્તિને બહાર લાવી તેને સ્વનિર્ભર અને આત્મનિર્ભર બનાવવી. નારીને નારાયણીનું સ્વરૂપ માનવામાં આવે છે. આજના યુગમાં પણ આફતને અવસરમાં પલટી નાંખનારી ઘણી બધી નારીઓ છે જેમણે પોતના જીવનમાં સંઘર્ષ કરી જીવનમાં આગળ આવી છે.


રાજકોટમાં રહેતા રીટાબેન મેટવાણીયાના પતિ મૃત્યુ પામ્યા બાદ ઘરમાં કમાવવા માટે કોઈ નહોતું. જેથી રીટાબેને પતિના મૃત્યુના 15માં દિવસે સંતાનોના અભ્યાસ ખર્ચ ઉઠાવવા ગાંઠિયાની લારી શરૂ કરી હતી અને આજે તેઓ આત્મનિર્ભર બની પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ધરમનગરમાં રહેતા રીટાબેન મેટવાણીયાના પતિ પ્રવીણભાઇ પુરણદાસ મેટવાણીયા આશરે 10 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. પતિના અવસાનના 22 દિવસ બાદ સંતાનોની સ્કૂલ-કોલેજ શરૂ થતી હતી. સંતાનોની ફી ભરવાનો પ્રશ્ન સજાર્યો. આથી પતિના અવસાન બાદ 15માં દિવસે જ રીટાબેને પરિવારજનો પાસેથી આર્થિક મદદની અપેક્ષા રાખ્યા વગર ગાંઠિયાની રેકડી શરૂ કરી દીધી. રીટાબેન પર સંતાનોની જવાબદારી આવી પડી અને આજે તેઓ મમ્મી-પપ્પાની જવાબદારી હોંશે હોંશે નિભાવી રહ્યા છે.અને તેમની આ ખુદ્દારી જોઈ લોકો પણ તેમના આ સંઘર્ષ ભર્યા જીવન બાદની તેમને આ સફરને બિરદાવી રહ્યા છે. રીટાબેન પોતે સાક્ષર હોવાથી તેમને પોતાના જીવનમાં ખૂબ ફાયદો પહોંચ્યો છે. તેથી તે સૌ કોઈને સાક્ષર બનવાની શિખ આપે છે. બીજી તરફ રાજવી પોતાની માતાને સમાજમાં ઉચ્ચ સ્થાન આપવા માટે એક સ્વપ્ન પણ ધરાવે છે. જેથી તે સમાજમાં પોતાનું યોગદાન પણ આપી શકે અને જે આર્થિક ઉપાર્જન થાય તેનાથી તે પોતાની માતાને આ કાળી મજૂરીમાંથી

નિવૃતિ અપાવી શ
આવી જ એક અન્ય મહિલાની વાત કરી તો રાજકોટની પારુલબહેન સુખડિયા નામની મહિલા પરિવારને આર્થિક મદદ કરવા માટે શહેરની ગલીઓમાં પિંક રીક્ષાઓ ચલાવી રહી છે. રાજકોટના પારુલબહેન સુખડિયાની પણ સંઘર્ષમય સફર બાદ તે પગભર બની આજે પરિવારને આર્થિક મદદરૂપ બની રહ્યા છે. પારુલબહેન સુખડિયાના પતિનું અકાળે અવસાન થયા બાદ ઘરની જવાબદારી તેમના ઉપર આવી ગઈ અને પારુલબહેન સુખડિયાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પુત્ર અને પુત્રવધૂ સાથે ઝઘડાઓ થતા હતા. એક દિવસ મંદિરે બેઠા બેઠા રડતા રડતાં પગભર બનવાનો વિચાર આવ્યો અને પારુલબહેન સુખડિયાએ રિક્ષા ચલાવવાનું નક્કી કર્યું અને પગભર બન્યા પારુલબહેન સુખડિયા જણાવે છે કે કોઈ પણ સમસ્યાનો રડવાથી કોઈ ઉકેલ આવતો નથી એ રીતે આ મહિલાએ પણ તેમની સમસ્યા રડવાથી નહીં પણ લડવાથી ઉકેલી શકે છે. પારુલબહેન સુખડિયા શરૂઆતમાં ખૂબ મહેનત કરી અને હાલ તેઓ દરરોજ રૂ.700-800ની કમાણી કરી આત્મનિર્ભર બની ચૂક્યા છે. દીકરીને સાપનો ભારો સમજનારા અને માતાની ઉદરમાં જ હત્યા કરનારાઓની આપણા દેશમાં કોઈ કમી નથી. કેટલાક સમાજમાં દીકરીને જન્મની સાથે એક ભાર સમજવામાં આવે છે, પરંતુ આ દીકરી જ્યારે આત્મનિર્ભર બની શહેરના માર્ગો પર રીક્ષા ચલાવી પુરુષનું કામ કરી પરિવારજનોનું ભરણપોષણ કરે છે ત્યારે સમાજ આવી દીકરીઓને સલામ કરે છે.


આત્મ નિર્ભર બનવા અંગે પારુલબહેન સુખડિયાએ જણાવ્યું કે, હું એક વિધવા છું. પતિના અવસાન બાદ મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. તેના કારણે વહુ અને દીકરા સાથે ઝઘડાઓ થતા હતા. જેથી હું નાસીપાસ થઈ ગઈ હતી. દરમિયાન એક બહેને મને કહ્યું કે તમે ગીતાબહેન અને મુકેશભાઈને મળો, એટલે હું તેની ઓફિસે ગઈ. અને તેમણે મને પિંક ઓટો રીક્ષાના પ્રોજેક્ટ અંગે માહિતી આપી પરંતુ મનથી એવું લાગતું હતું કે હું રીક્ષા કેવી રીતે ચલાવીશ? હું તો સ્ત્રી છું મને સમાજ અને સગા શું કહશે?પરંતુ તેમણે કહ્યું કે અત્યારે તમે તકલીફમાં છો તો કોઈ મદદ કરવા આવે છે?આપણી જાતે જ આપણે તૈયાર થવું પડશે અને મક્કમ બની તેમજ રીક્ષા શીખી લીધી. આમ હું આત્મનિર્ભર બનીને હાલ દિવસના રૂ.700-800 મળી રહે છે. ટૂંકમાં મારો ખર્ચ નીકળે છે અને થોડી બચત પણ થાય છે. મને ખૂબ આનંદ છે. હું બીજા બહેનોને પણ સંદેશ આપું છું કે, તમે પણ કોઈ જાતની તકલીફમાં હોય તો માનવ કલ્યાણ મંડળનો સંપર્ક કરો. ત્યાં તમને તમારી સમજ અને તમારી ક્ષમતા મુજબ જે કંઈ મદદ મળતી હશે તે મળશે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં કિસાનપરા, મોટી ટાંકી, જિલ્લા પંચાયત ચોક સહિત ૧૦ સર્કલ નાના કરાશે

Next

હળવદમાં નોનવેજ પાર્ટીમાં ઝઘડો થતા યુવાનની હત્યા કરનાર મિત્ર ઝડપાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 સપ્તાહ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શું વધુ એક દુર્ઘટનાની જોવાતી હતી રાહ!? રાજકોટના કેસરી હિન્દ પુલનું આયુષ્ય એક દસકા પહેલા જ પૂર્ણ, છતાં તંત્ર નિંદ્રાધીન
9 કલાક પહેલા
Tesla India Entry : ભારતમાં આ દિવસે ખુલશે ટેસ્લાનો પહેલો શોરૂમ, જાણો કઈ કાર થશે લોન્ચ,શું છે તેની કિંમત?
10 કલાક પહેલા
હત્યારો પિતા : મેણાના માર સહન ન થતાં એકની એક દીકરીની ગોળી ધરબી કરી હત્યા, ટેનિસ પ્લેયરના હત્યાનું રહસ્ય વધુ ઘેરું બન્યું  
10 કલાક પહેલા
PM મોદીએ બનાવ્યો નવો રેકોર્ડ : 27 દેશોના સર્વોચ્ચ સન્માન મેળવ્યા, વિદેશી સંસદોમા 17 ભાષણ આપી ઇન્દિરા ગાંધી, નહેરુથી નીકળ્યા આગળ
11 કલાક પહેલા
Categories

નેશનલ

2250 Posts

Related Posts

સાવરકુંડલાના મેવાસા વડાલી મંદિર રોડ ઉપર જોવા મળ્યા ૭ બાળસિંહ….જુઓ દ્રશ્ય
ગુજરાત
2 વર્ષ પહેલા
અમેરિકામાં શીખ સમુદાય અંગે રાહુલ ગાંધીએ આપેલા નિવેદનના વિરોધમાં દિલ્હીમાં રાહુલના ઘરની સામે શીખોનું વિરોધ પ્રદર્શન
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
સંસદ ‘સ્મોક એટેક’ પર PM મોદીની અરજન્ટ બેઠક, વાંચો શું કહ્યું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ફરીવાર ટ્રમ્પે ક્રેડિટ લઈને કહ્યું, મે ટ્રેડ ડીલથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનું ટેન્શન દૂર કર્યું
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર