પીજીવીસીએલન કર્મચારી બની વેપારી સાથે રૂ।.5.78 લાખની છેતરપીંડી
સાયબર ગઠીયાએ લાઈટબીલ ભરવાના નામે પાસવર્ડ મેળવી લીધો
રાજકોટના જીવરાજ પાર્કની બાજુમાં અંબિકા ટાઉનશીપમાં રહેતાં વેપારી નરેશભાઇ ધિરૂભાઇ વામજા સાથે ગઠીયાએ પીજીવીસીએલ કર્મીની ઓળખ આપી તમારૂ લાઈટબીલ બાકી છે તેવા મેસેજ કરી રૂ।.5.78 લાખની છેતરપીંડી આચરતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી.
કાસ્ટીંગ મેન્યુફેક્ચરીંગનો વેપાર કરતા નરેશભાઇના ગઇ તા.31/08/2023 ના તેમના મોબાઇલ નંબરમાં ઇલેક્ટ્રીસિટી બિલ ભરેલ નથી તેવો મેસેજ આવેલ જેમાં આપેલ મો.નં,96419 77716 મા કોલ કરતા સામાવાળાએ પીજીવીસીએલ કર્મીની ઓળખ આપી ભક્તીનગર પીજીવીસીએલ ઓફીસમાંથી બોલતો હોવાનું જણાવી પ્લેસ્ટોરમાંથી ક્વીક સપોર્ટ તથા એડ્રોપ નામની એપ્લીકેશન ડાઉલોડ કરાવેલ હતી. નરેશભાઈના ફોનનુ એક્સેસ મેળવી ઇલેક્ટ્રીસિટી બિલ પ્રથમ રૂ।.78,282 તથા બીજુ રૂ।.5 લાખનું ટ્રાંજેક્શન કરી લીધું હતું. બનાવ અંગે સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી હતી.