નિવૃત આર્મીમેનને ગાયની ઢીંક દોઢ કરોડમાં પડી, જીવ ન બચ્યો !!
ભોમેશ્વરમાં રખડતાં ઢોરના હડફેટે ચડેલા પરસાણાનગરના નિવૃત્ત ફૌજીનું 9 માસ બાદ મોત
રાજકોટ શહેરમાં રસ્તે રખડતાં પશુઓને ડબ્બે પૂરવામાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ નિવડતાં છાશવારે રસ્તે રઝડતી ગાય સહિતના પશુઓ રાહદારીઓને ઢીંકે ચડાવે છે, 9 માસ પૂર્વે ભોમેશ્વર વિસ્તારમાં પરસાણાનગરમાં રહેતા નિવૃત્ત ફૌજી અને તેમની પુત્રીને ગાયે ઢીંક મારી પછાડી દીધા હતા. ઇજાગ્રસ્ત નિવૃત આર્મી મેન છેલ્લા 9 માસથી સારવારમાં દાખલ હતા અને સારવાર પાછળ આશરે દોઢ કરોડ જેટલો ખર્ચ થયો છતાં તેમનો જીવ ન બચ્યો અને નિવૃત આર્મી મેન જેમનું શુકવારે રાતે સારવારમાં મોત થયું હતું. આ મામલામાં મહાનગરપાલિકાના વેટરનરી ડોક્ટરે ફરિયાદનોંધાવતાં ગાંધીગ્રામ પોલીસે ગાયના માલિક સામે ગુનો પણ નોંધ્યો હતો.જોકે આ મામલે બનાવના 9 માસ બાદ પણ હજુ સુધી પોલીસ આ ગાયના માલિકને શોધી શકી નથી (શોધવા માંગતી નથી). આ ઘટના બાદ પણ હજુ જામનગર રોડ ઉપર તેમજ પરસાણાનગર અને ભોમેશ્વર વિસ્તારમાંરખડતાં ઢોરનો ત્રાસ આજદિન સુધી યથાવત છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં કે સપ્તાહ દરમિયાન કેટલા ઢોરને પકડવામાં આવ્યા તેન આંકડા જાહેર કરવામાં આવે છે પરતું વાસ્તવિકતા અલગ જ છે. જામનગર રોડ તેમજ આસપાસના વિસ્તારો જેવાકે ભોમેશ્વર, પરસાણાનગર સહિતના વિસ્તારમાં રખડતાં પશુઓનો ત્રાસ હજુ પણ યથાવત છે અને ઢોર ડબ્બે પૂરવામાં મનપા કોની શરમ અનુભવે છે તે સમજાતું નથી ?ત્યારે હવે રાજકોટીયન્સ વારંવાર એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે જો હુમલો થયા બાદ એ જ વિસ્તારમાંથી આટલા ઢોર મળી આવે તો પશુનો આંતક ક્યારે અટકશે?
જામનગર રોડ ઉપર સાંઢિયા પુલ નીચે પરસાણાનગરની શાંતિનિકેટન સોસાયટી-123માં રહેતા નિવૃત્ત ફૌજી નવલસિંહધીરુભા ઝાલા (ઉવ 74) 9 માસ પૂર્વે ભોમેશ્વર વિસ્તારમાં પોતાની તેની પૌત્રીને સ્કૂલેથી તેડી આવતા હતા ત્યારે ભોમેશ્વર પ્લોટની જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં કાળા કલરની એક ગાય ધસી આવી હતી અને નિવૃત્ત ફૌજી નવલસિંહને ઢીંક મારી પછાડી દીધા હતા, તેની પૌત્રીને પણ સામાન્ય ઇજા થઇ હતી, ગંભીર રીતે ઘવાયેલા નવલસિંહને સારવાર અર્થે રાજકોટ ત્યારબાદ મુંબઈ અને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,છેલ્લા 9 મહિનાથી નિવૃત્ત ફૌજી નવલસિંહધીરુભા ઝાલાસારવારમાં દાખલ હતા જેમનું શુક્રમવારે રાતે મોત થયું હતું. આ ઘટનાને ગંભીરતાથી લઇ મનપાના વેટરનરી ઓફિસર ભાવેશ રમેશભાઇ જાકાસણિયાએ જે તે વખતે 9 માસ પૂર્વે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેમાં ગાયના માલિકને એ વાતની જાણ હતી કે, પશુને રખડતું મૂકવાથી કોઇને મહાવ્યથા થવાની શક્યતા રહેલી છે છતાં બેદરકારીથી પશુને રખડતું મુક્યું હતું અને તેના કારણે નવલસિંહઝાલાને ગંભીર ઇજા થઇ અને 9 માસ બાદ તેમનું મોત થયું પોલીસે અજાણી કાળા કલરની ગાયના માલિક સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરના ફૂટેજના આધારે ગાયના માલિકની શોધખોળ શરૂ કરી હતીબનાવના 9 માસ બાદ પણ હજુ સુધી ગાંધીગ્રામ પોલીસને આ ઘટનામાં ગાયના માલિકની ઓળખ મળી નથી કે મેળવવા માંગતી નથી તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.
પોલીસ અને મનપા તંત્ર નિષ્ફળ
દર વખતની જેમ આ વખતે પણ ઢોરે ઢીંકે ચડાવ્યાની ઘટના બનતા મનપાએ ઢોર પકડ ઝુંબેશ શરૂ કરી છેમાત્ર નામ પૂરતી કાગળ ઉપર કાર્યવાહી કરી હતી બીજી તરફ આ ઘટનામાં મહાનગરપાલિકાના વેટરનરી ડોક્ટરે ફરિયાદનોંધાવતાં ગાંધીગ્રામ પોલીસે ગાયના માલિક સામે ગુનો પણ નોંધ્યો હતો.જોકે આ મામલે બનાવના 9 માસ બાદ પણ હજુ સુધી પોલીસ કે મનપા આ ગાયના માલિકને શોધી શકી નથી (શોધવા માંગતી નથી). આ ઘટના બાદ પણ હજુ જામનગર રોડ ઉપર તેમજ પરસાણાનગર અને ભોમેશ્વર વિસ્તારમાંરખડતાં ઢોરનો ત્રાસ આજદિન સુધી યથાવત છે. ભોમેશ્વરતેમજ પરસાણાનગરમાં માલધારીઓ ઢોર પકડ પાર્ટીના વાહનોરેકી કરી ધમકી આપતા હોય આ વિસાતરમાં ઢોર પકડ પાર્ટી ઢોર પકડવા આવતા ડરે છે જેનો ભોગ નિર્દોષ બની રહ્યા છે. ઈરાદાપૂર્વક ઢોર પકડ પાર્ટીને અટકાવવાનો પ્રયાસ કરી ફરજમાં રૂકાવટ કરવામાં આવે છે છતાં તંત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જોવે છે.