રાજકોટવાસીઓ ચેતજો !! પટેલ મહિલા ગૃહ ઉદ્યોગમાંથી 20 ટન અખાદ્ય જથ્થાનો કરાયો નાશ
રંગીલા રાજકોટના લોકો ખાણી-પીણીના શોખીન છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે રાજકોટ મનપા ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરીને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવતો હોય છે ત્યારે આજે પણ મનપાના ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પટેલ મહિલા ગૃહ ઉદ્યોગ” ની સ્થળ તપાસ કરીને ૨૦ ટન અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો તેમજ ટૂટી-ફ્રૂટી તેમજ જેલીના નમુના લેવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ સાથે આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા, ફૂડ સેફ્ટી ઓફિસર સી.ડી.વાઘેલા તથા ફૂડ સેફ્ટી ઓફિસર આર.આર.પરમાર સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ખોખડદડી નદીના કાંઠે, કોઠારીયા રિંગ રોડ, નેશનલ હાઇ વે-8B, ઓમ ઇન્ડ. એરીયા, રાજકોટ મુકામે આવેલ જયેશભાઇ પરસોતમભાઇ સાવલીયાની માલિકી પેઢી “પટેલ મહિલા ગૃહ ઉદ્યોગ” ની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ પેઢીમાં વિવિધ ફલેવરની સિન્થેટીક કલરનો ઉપયોગ કરીને ટૂટી-ફ્રૂટી તેમજ જેલીનું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડતા તપાસ કરવામાં આવી હતી.
પટેલ મહિલા ગૃહ ઉદ્યોગની સ્થળ તપાસ દરમિયાન નીચે મુજબની ખામીઓ જોવા મળી હતી. (1)ઉત્પાદન સ્થળે ખુલ્લામાં પ્રોસેસિંગ થતું જોવા મળ્યું જેમાં છાપરા, ફ્લોરિંગ તથા ઉપયોગમાં લેવાતો ટાંકો ગંદકી યુકત તથા તૂટેલી હાલતમાં જોવા મળ્યો (2)સંગ્રહ કરેલ કાચો માલ તથા તૈયાર કરેલ ખાદ્યચીજોનું સ્ટોરેજ અનહાઇજેનિક કન્ડિશન માં જોવા મળ્યો જેમાં સ્થળ પર ધૂળ ચીકાશ અને કરોળિયાના જાળા જોવા મળેલ (3)રો-મટિરિયલ માટે કાચો માલ-કાચા પપૈયાંના કટકા કરીને જમીન પર રાખલે (4)કામદારો ફૂડ હેન્ડલર્સના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરેલ કરેલ નથી (5)ઉત્પાદનમાં સ્થળ પર જવાબદાર ટેકનીકલ પર્સન ગેરહાજર છે, તેમજ બેચવાઇઝ ઉત્પાદન અંગેના રજીસ્ટર નિભાવેલ નથી, તેમજ રજૂ કરેલ નથી (6)ઉપયોગમાં લેવાતા બોરના પાણીનો રિપોર્ટ રજૂ કરેલ નથી.
મનપા દ્વારા સ્થળ પર સંગ્રહ કરેલ જથ્થા પૈકી અનહાઇજેનિક રીતે સંગ્રહ કરેલ ફરમેન્ટેડ પપૈયાંનો તથા જમીન પર રાખેલ કાચા પપૈયાં મળીને અંદાજીત કુલ 20,000 કિ.ગ્રા. (20 ટન) જથ્થો આરોગ્યની દ્રષ્ટિએ માનવ આહાર માટે યોગ્ય ન હોવાનું ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા સ્વીકારતા જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ સ્થળ પરથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 મુજબ કુલ-04 નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી જ્રમાં (1)ટૂટી ફ્રૂટી (લુઝ-ગ્રીન) (2)જેલી ક્યુબ્સ (ઓરેન્જ ફ્લેવર- લુઝ) (3)ટૂટી ફ્રૂટી (લુઝ-રેડ) (4)જેલી ક્યુબ્સ (પાઈનેપલ ફ્લેવર—ુઝ) નમુના લેવામાં આવ્યા હતા.