રાજકોટ : RTE એડમિશનના ફોર્મની સમય મર્યાદા વધારવામાં આવે એવી માંગ સાથે NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ને રજૂઆત..જુઓ વીડિઓ
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટે ઓનલાઇન નોંધણી શરૂ થઇ છે જેમાં ભાડાના મકાનમાં રહેતા વાલીઓ પાસેથી ફરજીયાત રજીસ્ટર્ડ ભાડાકરાર મંગવામ આવતા વાલીઓને નાહકનો 5થી 7 હજારનો ખર્ચ થતો હોય આરટીઈ પ્રવેશ માટે નોટરાઇઝડ ભાડાકરાર માન્ય ગણવા એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી હતી.
રાજકોટ એનએસયુઆઇના નરેન્દ્ર સોલંકીની આગેવાની જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરતા જણાવ્યું હતું કે આરટીઆઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટર્ડ ભાડા કરાર માંગવામાં આવ્યું છે. જ્યારે આ રજિસ્ટર્ડ ભાડા કરાર માટે વાલીઓને 7- 8 હજાર જેવો ખર્ચ થાય છે અને ઘણાખરા જરૂરિયાત મંદ વાલીઓ કે એમની પાસે ખર્ચ કરવા માટે એટલા પૈસા હોતા નથી. અને આ રજિસ્ટર્ડ ભાડા કરારમાં એપોઈન્ટમેન્ટ પણ તરત મળતી નથી, જેવી વ્યાપક ફરિયાદો ઉઠતા આર્થિક રીતે નબળા વાલીઓ ભાડાકરાર માટે 7-8 હજાર ખર્ચ કઈ-રીતે કરી શકે, અનેકે વાલીઓ પાસે એટલા પૈસા ના હોવાના કારણે ફોર્મ પણ ભરી શક્યા નથી, જેથી આરટીઈ પ્રવેશ માટે રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે નોટરી ભાડા કરાર ચલાવવામાં આવે અને ફોર્મની તારીખ વધારવામાં આવે એવી માંગણી ઉઠાવવામાં આવી હતી.