તમામ વિવિપેટ મશીનમાથી થર્મલ પેપર રોલ હટાવાયા
સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ સાત દિવસ બાદ રોલ હટાવવાની સૂચના મુજબ કાર્યવાહી
રાજકોટ : લોકસભા ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા બાદ ચૂંટણી લડતા કોઈપણ ઉમેદવારોએ પરિણામો અંગે વાંધા લીધા ન હોય રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સોમવારે સુપ્રીમકોર્ટના આદેશ મુજબ તમામ વિવિપેટ મશીનમાંથી થર્મલ પેપર રોલને હટાવવાની કામગીરી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ લોકસભા ચૂંટણી પ્રક્રિયામાં ઈવીએમ અને વિવિપેટને લઈ મામલો સુપ્રીમકોર્ટમાં ગયા બાદ સુપ્રીમ કોર્ટમાં મતગણતરીમાં જો કોઈપણ ચૂંટણી લડતા ઉમેદવાર પરિણામ વિશે જો વિવિપેટની કાપલી અંગેની વિગતોની માંગણી કરે તો પ્રત્યેક બુથ દીઠ રૂપિયા 40 હજાર તેમજ ટેક્સ સહિતની રકમ ભરે તો તેને વિવિપેટની કાપલી અંગેની વિગતો આપવાની જોગવાઈ કરી છે જે અન્વયે નિયમ મુજબ 7 દિવસના સમય ગાળામાં કોઈ અરજી કરવામાં ન આવતા લગત તમામ મામલતદાર અને સ્ટાફની હાજરીમાં વિવિપેટ મશીનમાંથી થર્મલ પેપર રોલને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અને આ અંગેની જાણ ચૂંટણીપંચને કરવામાં આવી હોવાનું ચૂંટણીશાખાના સૂત્રોએ જણાવ્યું હતું.