રાજકોટ: કોટેચા ચોકમાં શોભાના ગાંઠિયા’ જેવું ફ્લેમિંગોનું સ્ટેચ્યું હટાવો, એક રસ્તાને વન-વે જાહેર કરો
કોટેચા ચોકની માથાના દુ:ખાવા' સમી ટ્રાફિક સમસ્યાનો સુચારું ઉકેલ સુચવતાં કોર્પોરેટરો
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, વૉર્ડ નં.૧૦ના કોર્પોરેટર ચેતન સુરેજા સહિતના નગરસેવકોએ વૉઈસ ઑફ ડે' સાથે વાતચીત કરી આપ્યા સુચન: ટ્રાફિક માટે શહેરનું સૌથી
વ્યસ્ત’ એવું ઈન્દીરા સર્કલ પાસે વાહનોની અવર-જવર માટે ફેરફાર કરાય તો ઘણો ફાયદો મળી શકે
મીગ વિમાન સર્કલ પાસે જ બનાવાયેલું ફ્લેમિંગોનું સ્ટેચ્યુ ઘણી જગ્યા રોકી રહ્યું છે જે દૂર થાય તો વાહનોનો ટર્ન ઘણો મોટો થઈ શકે; સાથે સાથે તમામ વાહનો સરળતાથી થઈ શકે પસાર: હવે આ સુચન અંગે મહાપાલિકા કાર્યવાહી કરે છે કે નહીં ? જોવું રસપ્રદ રહેશે
રાજકોટ માટે હંમેશા શાપ' સમાન રહેલી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ તંત્રના એક પણ અધિકારી કે પદાધિકારી લાવી શક્યા નથી ત્યારે દિવસેને દિવસે આ મુશ્કેલી વકરી રહી છે. દરમિયાન
વૉઈસ ઑફ ડે’ દ્વારા પ્રજાનો અવાજ' બનીને ટ્રાફિક સમસ્યા સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના ગૌરવપથ એવા કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં આખો દિવસ ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો હોવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
હવે
વૉઈસ ઑફ ડે’ દ્વારા આ સમસ્યા મામલે મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વૉર્ડ નં.૨ના કોર્પોરેટર જયમીન ઠાકરને પૂછવામાં આવતાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કોટેચા ચોકમાં મીગ વીમાન સર્કલ પાસે ફ્લેમિંગોનું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે તે દૂર કરવામાં આવે તો સમસ્યા મહદ અંશે ઘટી શકે તેમ છે.
ચેરમેન જયમીન ઠાકરે વધુમાં ઉમેર્યું કે ફ્લેમિંગોનું સ્ટેચ્યુ ઘણા સમયથી અહીં મુકાયેલું છે પરંતુ છેલ્લા ઘણા સમયથી શહેરમાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે કાલાવડ રોડ પરથી મહત્તમ વાહનો પસાર થતા હોય જો ફ્લેમિંગોનું આ સ્ટેચ્યુ હટાવાય તો ચાલકોને મોટો ટર્ન મળી શકે તેમ છે આ ઉપરાંત વાહનો સરળતાથી પસાર પણ થઈ શકે તેમ છે. કોટેચા ચોક એક એવો માર્ગ છે જ્યાંથી છ જેટલા રસ્તાઓ પસાર થતા હોય વાહનો વધુ સંખ્યામાં અહીંથી પસાર થાય છે.
આવી જ રીતે વૉર્ડ નં.૧૦ના કોર્પોરેટર ચેતનભાઈ સુરેજાએ જણાવ્યું કે કોટેચા ચોકમાંથી પસાર થતાં રસ્તા પૈકીના એક રસ્તાને વન-વે મતલબ કે એકમાર્ગીય જાહેર કરી દેવામાં આવે તો પણ ઘણી રાહત મળે તેમ છે. આ માટે પોલીસે તાકિદે નિર્ણય લઈને તેની અમલવારી શરૂ કરી દેવી જોઈએ.
લોકોએ `વૉઈસ ઑફ ડે’ સમક્ષ શું સુચન કર્યા
- એક તરફ સિગ્નલ મુકો અને એક તરફ કેમેરા મુકો: મુકેશ વાઢેર
- ઓવરબ્રિજની તાતી જરૂર: અસદ કાઝી
- મીગ વિમાનવાળું સર્કલ નાનું કરવાની જરૂર: વૈભવ લખતરીયા