ઠંડીમાં રાહત ! કાલથી રાજ્યમાં 2 થી 3 ડિગ્રી પારો ઉંચકાશે
નલિયામાં 6.8 રાજકોટમાં 10.8 ડિગ્રી, અન્યત્ર લઘુતમ તાપમાન ઉંચકાયું
રાજકોટ : ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનને કારણે સમગ્ર રાજ્યમાં શીતલહેર જેવી સ્થિતિ વચ્ચે આવતીકાલથી રાજકોટ સહિત રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઉંચકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે, દરમિયાન બુધવારે રાજ્યમાં નલિયા અને રાજકોટ સૌથી ઠંડા રહ્યા હતા. નલિયામાં લઘુતમ તાપમાન 6.8 ડિગ્રી અને રાજકોટમા 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.જો કે, રાજ્યના અન્ય શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચકાયો હતો.
રાજ્યના હવામાન વિભાગે આવતીકાલથી લઘુતમ તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી ઠંડીમાંથી રાહતના સમાચાર આપ્યા છે, બીજી તરફ બુધવારે નલિયામાં 6.8, રાજકોટમાં 10.8, ભુજમાં 11.4, પોરબંદરમાં 12, ડીસામાં 12.5, અમરેલીમાં 13, કંડલામાં 13.9, ગાંધીનગરમાં 14, જામનગરમાં 14.9, દ્વારકામાં 15, ભાવનગરમાં 15.4, સુરતમાં 17 અને વડોદરામાં 17.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જો કે, રાજકોટમાં છેલા બે દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડા બાદ બુધવારે એકથી દોઢ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 28.3 ડિગ્રી નોંધાયું હતું.
![](https://voiceofdaynews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2024-12-12-at-4.58.18-PM-700x930-7.jpeg)