રેલવે મંત્રીને મળી અનેક સુવિધાઓ આપવા બદલ આભાર માનતા રાજુભાઈ ધ્રુવ
રાજકોટ
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રના રેલવે અને આઈ.ટી વિભાગના મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવને મળીને સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે શુભેચ્છા પાઠવી હતી.
રાજુભાઈ ધ્રુવે તેમને રાજકોટ રેલવે સ્ટેશન ના આધુનિકરણ અને નવનિર્માણ સહીત સૌરાષ્ટ્રને આપવામાં આવેલી વંદે ભારત ટ્રેઈન તથા અન્ય રેલવે સંબંધી સુવિધાઓ વધારવા અને આવનારા અનેક નવા પ્રોજેક્ટ બદલ તેમનો અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો રાજકોટ-સૌરાષ્ટ્ર માટે પોતાના હૃદય માં અનેરું સ્થાન આપવા માટે ધન્યવાદ સાથે આભાર પણ માન્યો હતો.