રાજકોટ : શાપરની લોર્ડ્ઝ હોટલને નવસારીના બે શખ્સોએ દોઢ લાખનું બુચ માર્યું
રાજકોટના શાપરમાં આવેલ લોર્ડ્ઝ હોટલમાં નવસારીના બે શખ્સોએ 25 દિવસ રોકાણ કરી મોજ મજા ઉઠાવી દોઢ લાખનું બિલ ચુકવ્યા વગર જ નાશી જતાં શાપર પોલીસે છેતરપીંડીની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
હોટલમાં 25 દિવસ રોકાણ કરી પૈસા આપ્યા વગર નાશી જતાં પોલીસમાં ગુનો નોંધાયો
વિગતો મુજબ શાપરમાં લોર્ડ્સ હોટેલના મેનેજર મોહીતકુમાર તેજનારાયણ ઠાકુર (ઉ.વ.22) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નવસારીના ભાર્ગવ રમેશ ગઢવી અને સાહિલ રમેશ પરમારનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગત તા.01/04/2024 ના ભાર્ગવ ગઢવી હોટલ ખાતે આવી રમ રાખ્યો હતો અને એક દીવસનુ ભાડુ રૂ.2800 નકકી કરી મેનેજરે રૂમ નં 303 ફાળવી આપ્યો હતો. દરમ્યાન સાંજના સમયે ભાર્ગવ ગઢવીનો મીત્ર સાહીલ પરમાર આવી તેની સાથે રોકાણો હતો જેથી બે વ્યકતિ હોટલના રૂમમાં રોકાશો તો એક દિવસનુ ભાડુ રૂ.3360 થશે કહીં ભાર્ગવ ગઢવી પાસેથી ભાડુ માંગતા તેને પોતાનું પાકીટ પડી ગયું છે.
તેવું જણાવ્યું હતું અને જેથી સાહિલ ભાડું ચૂકવી દેશે તેવું જણાવ્યું હતું.જેથી બંને શખ્સોએ હોટલમાં 25 દિવસ રોકાણ કરી નાસ્તો અને જમવાનું માંગવી તેના પૈસા પણ પછી ચૂકવી દેવાનું જણાવી દોઢ લાખનું બુચ મારી ભાગી ગયા હતા અને બંને આરોપીઓને ફોન કરતાં ફોન ઉપાડ્યો ન હતો. જેથી આ મામલે શાપર પોલીસને જાણ કરતાં ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથધરી છે.
