રાજકોટ : પુત્ર સાથે વાતો કરતાં કરતાં પ્રૌઢનું હાર્ટ એટકેથી મોત
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં હ્રદય રોગના હુમલાથી મૃત્યુની વધુ એક ઘટના બનવા પામી છે. જેમાં ભગવતીપરામાં ચામુંડા પાન સામેની શેરીમાં રહેતાં બાબુભાઇ શંકાજી ચૌહાણ (ઉ.વ.૫૭) રાતે પુત્ર સાથે વાતો કરતાં કરતાં હાર્ટ એટેક આવતા તેઓ એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. તેઓ પાંચ ભાઈ અને બે બહેનમાં ચોથા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તે છુટક મજૂરી કરતાં હતાં. જ્યારે બનાવ મામલે બી-ડિવીઝન પોલીસે નોંધ કરી મૃતદેહનું પી.એમ કરાવ્યું હતું.