૩૧ દિ’માં રાજકોટે ભર્યો અધધ ૧.૧૦ કરોડનો દંડ !
ટ્રાફિક પોલીસ પાસે દંડનો જવાબ છે, જામ કેમ થઈ રહ્યો છે તેનો કેમ નથી ?
ટ્રાફિકને અડચણરૂપ વાહન રાખનારા સૌથી વધુ દંડાયા: હેલમેટ વગર નીકળેલા ૨૨૩૨ લોકો પાસેથી ૧૧.૧૬ લાખની વસૂલાત
કુલ ૩૪૫૧૨ વાહન ચાલકો પાસેથી ૧,૧૦,૮૭,૮૦૦નો દંડ વસૂલાયો તો ૬૦૨ વાહન કરાયા ડિટેઈન

રાજકોટમાં દરરોજ સાંજે ૭થી ૮ વાગ્યા દરમિયાન કિસાનપરા ચોક, કાલાવડ રોડ, કેકેવી ચોક, કોટેચા ચોક સહિતના અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ થઈ રહ્યો છે. આવું શા માટે બની રહ્યું છે તેનો ટ્રાફિક પોલીસના એક પણ અધિકારી પાસે જવાબ ઉપલબ્ધ નથી પરંતુ એક મહિનાની અંદર કેટલા વાહન ચાલકો પાસેથી નિયમભંગ બદલ દંડ વસૂલવામાં આવ્યો તેની મસમોટી જાહેરાત કરી દેવામાં આવી છે જે પ્રમાણે ૩૧ દિવસની અંદર રાજકોટે અધધ ૧.૧૦ કરોડનો દંડ ભરપાઈ કર્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા `રોડ સેફ્ટી મંથ-૨૦૨૫’ અંતર્ગત ૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી અલગ-અલગ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં ૩૪૫૧૨ ચાલકો પાસેથી ૧,૧૦,૮૭,૮૦૦ના દંડની વસૂલાત તો ૬૦૨ વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતા.
કયા ગુનાનો કેટલો દંડ વસૂલાયો
ગુનાનો પ્રકાર કેસ દંડ ડિટેઈન
બ્લુ કાચ ૭૨૯ ૩,૬૪,૫૦૦ ૦
ચાલું વાહને મોબાઈલ પર વાત ૫૧૬ ૨,૫૮,૦૦૦ ૦
ઓવરસ્પીડ ૨૨૪૨ ૦ ૦
ત્રીપલ સ્વારી ૧૧૩૬૭ ૧૧,૩૬,૭૦૦ ૦
ટ્રાફિક અડચણરૂપ ૩૩૪૮ ૨૪,૪૨,૩૦૦ ૧૨
સુશોભિત નંબરપ્લેટ ૩૬૬૦ ૧૦,૯૯,૧૦૦ ૦
એરહોર્ન ૧૮૨ ૧,૮૨,૦૦૦ ૦
હેલ્મેટ ૨૨૩૨ ૧૧,૧૬,૦૦૦ ૦
સીટબેલ્ટ ૨૫૯૩ ૧૨,૯૬,૫૦૦ ૦
પરચુરણ કાગળ ૨૬૮૭ ૧૩,૪૩,૫૦૦ ૨૦
નંબર પ્લેટ વગરના વાહન ૨૨૦૩ ૧૧,૦૩,૫૦૦ ૩
અન્ય કેસ ૨૭૫૩ ૭,૪૫,૭૦૦ ૫૬૭
કુલ ૩૪૫૧૨ ૧,૧૦,૮૭,૮૦૦ ૬૦૨
સગીર હોવા છતાં વાહન લઈને નીકળેલા ૩૫ દંડાયા, ૭૦,૦૦૦નો દંડ
ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતોને નિવારવા માટે અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે સગીર હોવા છતાં મતલબ કે ૧૮ વર્ષથી ઓછી ઉંમર હોવા છતાં વાહન લઈને નીકળેલા ૩૫ને અટકાવી તેમની પાસેથી ૭૦,૦૦૦ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે ૧૫ વાહન ડિટેઈન કરવાની સાથે વાલીઓને બોલાવી તેમને પણ સમજણ આપવામાં આવી હતી.