રાજકોટની યુવતી ઉપર મેટોડાના કારખાનામાં દુષ્કર્મ
લગ્નની લાલચ આપી જામજોધપુરના શખ્સે વારંવાર શરીર સંબંધ બાંધ્યો
રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે રહેતી મૂળ કેશોદની એક યુવતી ઉપર લગ્નની લાલચે મેટોડાના કારખાનામાં દુષ્કર્મ ગુજારવામા આવતા મેટોડા જીઆઈડીસીની એક કંપનીમાં નોકરી કરતાં મૂળ જામજોધપુરના એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે દુષ્કર્મ ગુજારનાર શખ્સની ધરપકડ કરી હતી.
રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે હાલ પીજીમાં રહેતી મુળ કેશોદની 34 વર્ષીય યુવતીએ મેટોડા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં મેટોડા ઈન્કોરા કંપનીમાં નોકરી કરતાં મુળ જામજોધપુરના તેમની જ જ્ઞાતિના યુવક જય ભરતભાઈ સંતોકીનું નામ આપ્યું છે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના લગ્ન થયેલા પણ ત્યાંથી છુટું કરી નાખ્યું હતું બાદમાં તેનો જય સાથે સંપર્ક થયો હતો. જય મેટોડાના ગેઈટ નં.2માં આવેલી ઈન્કોરા કંપનીમાં નોકરી કરતો હતો. પરીચય બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. નિકટતા વધતા બન્નેએ લગ્ન કરી લેવાનું નકકી કર્યું હતું. આ દરમિયાન યુવકે પોતાના જામજોધપુર રહેતા પરીવારજનોને પણ જાણ કરી હતી. યુવકનો પરીવાર સહમત થતા જલ વિધિ પણ કરાઈ હતી. લગ્નનું વચન આપી જ્યે યુવતી સાથે જામજોધપુર તેના ઘરે, મેટોડાની ઈન્કોરા કંપનીની ઓરડીમાં, મેટોડાની ધ ગ્રાન્ડ રીયો હોટલમાં અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.
બાદમાં જયને લગ્નની વાત કરતાં તેણે લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ ફરીયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં જાણવા મળતી વિગતો જણાવ્યા મુજબ ભોગ બનનાર યુવતી પિતા-ભાઈથી અલગ રાજકોટ રૂમ રાખી રહે છે. છુટાછેડા થયા પછી યુવતીને કેશોદના યુવક સાથે પ્રેમ સંબંધ થયેલો પણ શરીર સંબંધ બાંધી કેશોદના યુવકે પણ લગ્નની ના પાડી દીધી હોવાના આક્ષેપ સાથે તેના વિરૂધ્ધ અગાઉ એક દુષ્કર્મની ફરીયાદ કર્યા બાદ બીજી ફરિયાદ નોંધાવી છે.
મેટોડા જીઆઈડીસી પોલીસના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે આ મામલે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો.