રાજકોટ : પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારમાં ફેમેલી કોર્ટે મધ્યસ્થી બની કરાવ્યું સુખદ સમાધાન
રાજકોટમાં રહેતા ગર્વમેન્ટ કોન્ટ્રાકટર હરેશ ચોવટિયા અને તેમની પત્ની વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી તકરાર ચાલતી હોય જેમાં ગઇકાલે યોજાયેલ લોક અદાલતમાં કોર્ટે મધ્યસ્થી બનીને સુખદ સમાધાન કરાવ્યું હતું.
કોઈની હાર નહી કોઈની જીત નહીં. સમાધાન જેવી બીજી કોઈ રીત નહી તે કહેવત મુજબ રાજકોટના સરકારી કોન્ટ્રાકટર હરેશભાઈ ચોવટીયા (ઉ.વ.૪૨) તેમની પત્ની સ્વેતાબેન ચોવટીયા (ઉ.વ. ૪૦) વચ્ચે તકરાર થયેલી આ તકરારો એટલી હદે આગળ વધી ગયેલ કે બન્ને પતિ-પત્ની વચ્ચે છુટા છેડાની અરજી થયેલી. લગ્ન જીવનથી થયેલ સંતાન હાલ ૧૪ વર્ષના હોય અને જે કોલેજમાં અભ્યાસ કરે છે તેનો કબજો મળવા માટે પણ ગાર્ડીયન એન્ડ વોડઝ એકટ હેઠળ અરજીઓ થયેલી હતી. આ દરમ્યાન પોલીસ અરજીઓ પણ થયેલી. અને સ્વેતાબેન તેના પતિ હરેશભાઈ ચોવટીયા સામે ભરણપોષણની અરજી પણ કરેલી હતી. વર્ષ ૨૦૨૨ થી આ તકરારો ચાલતી હતી.કાયદામાં નવા પ્રસ્થાપીત થયેલ સીધ્ધાંત પ્રમાણે જયારે કૌટુંબીક તકરારો ઉપસ્થીત થયેલ હોય ત્યારે અદાલતોએ પક્ષકારો વચ્ચે સમાધાન થાય તે માટેના પ્રયત્નો કરાવવાના હોય છે.તે માટે અદાલતોમાં મીડીએશન સેન્ટર ચાલે છે.
લોક-અદાલતોમાં પક્ષકારો વચ્ચે તકરારનું સુખદ નિરાકરણ થાય તે માટે પક્ષકારોના વકીલો તેમજ જજો દ્વારા તેમજ મીડીએટર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. આવા પ્રકારની અભિગમ વાળી લોક-અદાલત આજરોજ ફેમેલી કોર્ટ મુકામે પણ યોજવામાં આવેલ. જે લોક-અદાલતમાં આ બન્ને પતિ-પત્નીનું કાઉન્સીલીંગ પક્ષકારોના એડવોકેટ અર્જુન પટેલ, આર.કે.પટેલ, હેતલબેન રાજદેવ દ્વારા કરવામાં આવેલુ તેમજ હાજર રહેલ ફેમેલી કોર્ટના જજ બી.એસ.પરમાર, જી.ડી. યાદવ અને હિના .એન. દેસાઈ દ્વારા કાઉન્સીલીંગ કરવામાં આવેલુ. અને સમજાવટ ના અંતે પક્ષકારોનુ લગ્ન જીવન પુનઃ ધબકતુ થયેલુ છે. પરીવારમાં ફરીથી ખુશીઓનુ વાતાવરણ મહેકેલ છે.