રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતના જુનિયર ક્લાર્કને અપાઈ બઢતી
વહીવટીમાં 17, હિસાબીમાં 9 જુનિયર ક્લાર્કને સિનિયર ક્લાર્ક જ્યારે 1 સિનિયર ક્લાર્કને નાયબ હિસાબનીશ સંવર્ગમાં અપાયું પ્રમોશન
રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતના જુનિયર ક્લાર્ક (વહીવટ, હિસાબી)ને સિનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક (હિસાબી)ને નાયબ હિસાબનીશ તરીકે કર્મચારીઓને બઢતી મળી છે. બઢતીના આ ઓર્ડર પંચાયત પસંદગી બોર્ડ દ્વારા આપવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતમાં બઢતીના ઓર્ડરો થયા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જે કર્મચારીઓના પાંચ વર્ષ પૂરા થતાં હોય, ખાતાકીય પરીક્ષા પાસ કરેલી હોય, પાંચ વર્ષ દરમિયાન સીઆર સારા હોય તેવા કર્મચારીઓને પ્રમોશન અપાયા છે. જિલ્લા પંચાયતના સૂત્રોમાંથી જાણવા વિગતો પ્રમાણે જિલ્લા અને તાલુકાના પંચાયતના જુદા-જુદા સ્થળોએ ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક (વહીવટી) સંવર્ગમાંથી સિનિયર ક્લાર્ક (વહીવટી) સંવર્ગમાં કુલ 17 કર્મચારીઓને પ્રમોશન અપાય છે.
આ ઉપરાંત જુનિયર ક્લાર્ક (હિસાબી) સંવર્ગમાંથી સિનિયર ક્લાર્ક સંવર્ગ (હિસાબી)માં 9 કર્મચારી તેમજ સિનિયર ક્લાર્ક (હિસાબી)માંથી નાયબ હિસાબનીશ સંવર્ગમાં 1 કર્મચારીને બઢતી આપવામાં આવી છે.