રાજકોટના DCP સજનસિંહ પરમાર, Dy.SP કે.એચ.ગોહિલ સહિત ૨૧ અધિકારી-જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક
સજનસિંહ, કે.એચ.ગોહિલને વિશષ્ટ સેવા બદલ એવોર્ડ મળશે: કેશોદ ડીવાયએસપી બીપીન ઠક્કરની પણ ચંદ્રક માટે પસંદગી
સ્વાતંત્ર્ય પર્વના એક દિવસ પહેલાં સરકાર દ્વારા પોલીસ વિભાગમાં વિશિષ્ટ તેમજ સરાહનીય સેવા આપનારા પોલીસ અધિકારીઓ તેમજ જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં ગુજરાતના ૨૧ અધિકારી-જવાનોની પસંદગી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
જે અધિકારી-જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે તેમાં રાજકોટના ઝોન-૧ ડીસીપી સજનસિંહ વી.પરમાર, એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલ ઉપરાંત અશોકકુમાર મુનિયા (કમાન્ડન્ટ), રાજેન્દ્રસિંહ ચુડાસમા (કમાન્ડન્ટ), કેશોદ ડીવાયએસપી બીપીન ઠક્કર, ડીવાયએસપી દિનેશ ચૌધરી, એસીપી નિર્વાણસિંહ ગોહિલ, ડીવાયએસપી જુગલકુમાર પુરોહિત, પીએસઆઈ કરણસિંહ પંથ, એએસઆઈ હરસુખલાલ રાઠોડ, પીએસઆઈ અશ્વિકુમાર શ્રીમાળી, એએસઆઈ વિજયકુમાર પટેલ, પીએસઆઈ બશીર મુદ્રક, પીએસઆઈ ઈશ્વરસિંહ સીસોદીયા, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ પટેલ, પીએસઆઈ કિશોરસિંહ સિસોદીયા, પીએસઆઈ પ્રકાશ પટેલ, હેડ કોન્સ્ટેબલ મહિપાલ પટેલ, પીએસઆઈ દર્મેન્દ્રસિંહ વાઘેલાને સરાહનીય સેવા બદલ ચંદ્રક એનાયત કરવામાં આવશે.
આ જ રીતે વિશિષ્ટ સેવા બદલ ડીવાયએસપી બળવંતસિંહ ચાવડા અને પીએસઆઈ ભરત બોરાણાની પસંદગી કરવામાં આવશે. એકંદરે ગુજરાતના ૨૧ અધિકારીઓ-જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત થતાં જ તેમના ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડીસીપી ઝોન-૧ સજનસિંહ પરમાર તેમજ એસીબી ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલને પ્રથમ વખત રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે.
