રાજકોટ : સામખિયાળી પાસે ટ્રેક્ટર ઠોકરે બાઈક ચાલકનું મોત
- રાજકોટ સારવારમાં દમ તોડ્યો : પોલીસે અકસ્માત સર્જી નાશી જનાર ચાલક સામે ગુનો નોંધ્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
ભચાઉના સામખિયાળી નજીક ટ્રેક્ટરે બાઇકને ઠોકર મારતા યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. અને અહી તેનું સારવારમાં મોત નીપજ્યું હતું.
વિગતો મુજબ સામખિયાળી ગામે રહેતો નરસી હોથીભાઈ ધોળકીયા (ઉ.વ.22) નામનો યુવક ઘરેથી બાઇક લઇ રણમાં અગરિયામાં કામે જતો હતો ત્યારે વાંઢીયા ગામ પાસે પહોંચતા પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેક્ટરે ઠોકરે મારતા અકસ્માત સર્જાયો હતો અને યુવકને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જ્યારે સામખિયાળી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. અને તપાસમાં મૃતક ત્રણ બહેન પાંચ ભાઇમાં ત્રીજા નંબરે અને અપરણિત હતો. અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક ટ્રેકટર મૂકી નાસી જતા પોલીસે ટ્રેકટરના નંબરના આધારે અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
