મોરબીરોડ ઉપર નામચીન ઇભલાની ઘોડીપાસાની જુગાર ક્લબ ઉપર દરોડો
પાંચ દિવસથી ચાલતી કબલમાં મહિલા સહિત ત્રણ પકડાયા: ઈભલો સહિતના પાંચ ફરાર
ચામડીયાપરા ખાટકીવાસ પાસે જાહેરમાં ચાલતી નામચીન ઇબ્રાહીમ ઉર્ફે ઇભલાની ઘોડીપાસાની જુગાર કલબઉપર પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી અને મહિલા સહિત બે ની ધરપકડ કરી કુલ રૂા.1.85 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. દરોડામાં ઇભલો સહિત ચાર શખ્સોભાગવામાં સફળ રહ્યા હતા.
પાંચ દિવસથી ચાલતી ઇબ્રાહીમ ઉર્ફે ઇભલાની ઘોડી પાસાની કલબ દરોડામાં ક્રાઇમ બ્રાંચે રૈયા ગામના ઇમરાન અબ્દુલ દલાણી, ભગવતીપરાના સદામ ઉર્ફે ઇમુ ટકો હુશેન શેખ અને ભીમનગર આવાસ યોજનામાં રહેતી રેખાબેન મહેશ પરમારને બે વાહનો મળી કુલ રૂા.1.85 લાખનો મુદામાલ ઝડપી લીધા હતા. દરોડામાં કલબ સંચાલક, ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટીયા, તેનો ભાઇ મહેબૂબ ઉર્ફે મેબલો કરીમ કાથરોટીયા, તેનો સાળો ગુલો, તેનો મિત્ર દતા અને જીગો ટોપીફરાર થવામાં સફળ રહ્યા હતા. ને પકડવા ચક્રોગતિમાન કર્યા હતાં.