પુનિતનગરની શિક્ષિકાનું તાવથી મોત,ડેન્ગ્યુંની શંકા
તાવ આવતા સારવારમાં દાખલ શિક્ષિકાએ દમ તોડ્યો
વરસાદની સીઝનને કારણે ઠેર ઠેર પાણી ભરાતા રોગચાળો વધ્યો છે અને શરદી, ઉધરસ, તાવથી લઈ ડેન્ગ્યુ સહિતના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રાજકોટમાં તાવથી એક શિક્ષિકાનું સારવાર દરમિયાન મોત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શિક્ષિકાનું ડેન્ગ્યુને કારણે મોત થયાની શંકા પણ દર્શાવાઈ રહી છે.
પુનિતનગર પાસે 80 ફૂટ મેઇન રોડ પર અવધ 301 માં રહેતી ફોરમ મગનભાઈ કાસુન્દ્રા (ઉ.વ.19) નામની શિક્ષિકાને તાવ આવતા સોમવારે રાત્રીના તબિયત બગડતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.ફોરમ એક ભાઈ એક બહેનના પરિવારમાં નાની હતી.તેના પિતા મગનભાઈનું કોરોથી અવાસન થયું હતું. તે માતા કુંદનબેન સાથે રહેતી હતી અને એક્સટર્નલમાં અભ્યાસ કરતી હતી સાથોસાથ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી.ડેન્ગ્યુંનો શંકસ્પદ કેસ સામે આવતા તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને પુર્નીતનગર વિસ્તારમાં ફોગીંગ કરાવ્યું હતું.