આજી ડેમ તેમજ સ્ત્રાવ ક્ષેત્રમાં ન્હાવા-વાહન ધોવાની મનાઈ
માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવતી મનપા
ચોમાસું બેસી ગયું છે અને રાજકોટમાં ગમે ત્યારે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે ત્યારે તકેદારીના ભાગરૂપે મહાપાલિકા દ્વારા શહેરીજનો માટે ફરવાના ફેવરિટ સ્થળ એવા આજી ડેમને લઈને લોકોને અપીલ કરી છે. મનપાના જણાવ્યા પ્રમાણે આજી-૧ ડેમમાંથી દરરોજ પીવાના પાણીનો ઉપાડ કરવામાં આવે છે અને ડેમની સપાટી અત્યારે ૨૧.૨૯ ફૂટ છે.
આ ડેમ પ્રતિબંધિત વિસ્તાર હોવાથી ડેમના સંપૂર્ણ વિસ્તારમાં માછીમારી કરવા, વાહનો ધોવા તેમજ ન્હાવાની મનાઈ ફરમાવાઈ છે. બીજી બાજુ આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર્ઘટના થવાની પણ શક્યતા છે સાથે સાથે આગામી સમયમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હોય ડેમ તેમજ તેના સ્ત્રાવ ક્ષેત્રમાં જવાનું ટાળવું જોઈએ.
