ક્રાઈમકથા’નું પોસ્ટમોર્ટમ: હત્યા સહિત અધધ… ૯૭૩ ગુના ‘વણઉકેલ’
ગણતરીના કલાકો',ગણતરીના દિવસો’માં ભેદ ઉકેલી નાખ્યાની `વાત’ વચ્ચે બહાર આવેલી વાસ્તવિક્તા
ચોરીના ૬૫૭, વાહનચોરીના ૨૯૧, છેડતીના ૩, અપહરણના ૪૭, હત્યાના ૩, લૂંટના ૫, ધાડના ૨, છેતરપિંડી-વિશ્વાસઘાતના ૧૯ ગુનાના ભેદ હજુ સુધી `અકબંધ’
રાજકોટમાં ભાગ્યે જ કોઈ એવો દિવસ પસાર થતો હશે કે જ્યારે હત્યા, લૂંટ, ચોરી, દુષ્કર્મ, છેતરપિંડી સહિતના ગંભીર પ્રકારના ગુના આકાર લઈ રહ્યા ન હોય ! જેવો ગુનો બને એટલે પોલીસ દ્વારા દોડધામ કરીને તેનો ભેદ ઉકેલી નાખવા મથામણ પણ શરૂ કરી દેવામાં આવતી હોય છે અને તેમાં આંશિક સફળતા મળે એટલે ખુદ પોલીસ દ્વારા જ ગણતરીના કલાકો',ગણતરીના દિવસો’ જેવા શબ્દો સાથે એક સરસ મજાનું મથાળું બાંધવામાં આવે છે અને તેમાં જે-તે ગુનાનો ભેદ ઉકેલી નાખવાનું જાહેર કરી દેવામાં આવે છે. જો કે આ બધાની વચ્ચે વરવી વાસ્તવિક્તા એ ગણી શકાય કે રાજકોટમાં ૨૦૨૩ના ઑક્ટોબર માસ સુધીમાં હત્યા સહિતના અધધ ૯૭૩ જેટલા ગુનાઓનો ભેદ હજુ પોલીસ ઉકેલી શકી નથી. વૉઈસ ઑફ ડે' દ્વારા રાજકોટનીક્રાઈમકથા’ મતલબ કે રાજકોટમાં નોંધાયેલી ગુનાખોરીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
રાજકોટમાં નોંધાયેલી ગુનાની આંકડાકીય માહિતીનો અભ્યાસ કર્યા બાદ એવું તારણ નીકળ્યું છે કે શહેરમાં હજુ સુધી ચોરીના ૬૫૭, વાહનચોરીના ૨૯૧, ઘરફોડ ચોરીના ૯૧, છેડતીના ૩, અપહરણના ૪૭, હત્યાના ૩, લૂંટના ૫, ધાડના ૨, છેતરપિંડી-વિશ્વાસઘાતના ૧૯ ગુનાના ભેદ હજુ સુધી અકબંધ' રહેવા પામ્યા છે મતલબ કે આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી જ નથી. શહેરમાં ચાલું વર્ષે ચોરીના કુલ ૯૬૩ ગુના નોંધાયા છે જેમાંથી પોલીસ માત્ર ૩૦૬ ગુનાનો ભેદ જ ઉકેલી શકી છે એટલા માટે હજુ સુધી ૬૫૭ ગુના અનડિટેક્ટ રહેવા પામ્યા છે. આવી જ રીતે ઘરફોડ ચોરીના ૧૪૫માંથી ૫૪, વાહન ચોરીના ૩૮૭માંથી ૯૬, હત્યાના ૩૨માંથી ૨૯, શાઅપરાધ મનુષ્યવધના ૫માંથી ૩, ધાડના ૪માંથી ૨, ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવવાના ૩માંથી ૨, સાદી લૂંટના ૧૫માંથી ૧૧, ઘરમાં ઘૂસીને ચોરી કરવાના ૩૯માંથી ૧૬, રાયોટિંગના ૨૮માંથી ૨૬, અપહરણના ૯૯માંથી ૨૨ ગુના જ ઉકેલી શકી છે. આવી જ રીતે ઠગાઈના ૯૬માંથી ૮૨, વિશ્વાસઘાતના ૬૬માંથી ૬૧ ગુના ઉકેલાયા છે. આ રીતે જોવા જઈએ તો ઑક્ટોબર સુધીમાં રાજકોટમાં ૨૩૫૦ ગુના નોંધાયા છે જેમાંથી ૧૩૭૭ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી નહીં હોવાનું આંકડાકિય વિગતો પરથી જાણવા મળી રહ્યું છે. અત્રે એ પણ નોંધવું રહ્યું કે રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં ગુનાખોરીનો ગ્રાફ વધ્યો છે અને શહેરમાં ઑક્ટોબર-૨૦૨૩ સુધીમાં ૩૨ હત્યા, ૨૯ હત્યાના પ્રયાસ, ૧૫ લૂંટ સહિતના ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. શાંત ગણાતાં શહેર રાજકોટની ઓળખ હવેક્રાઈમ’ સીટી તરીકે ઉભી થવા લાગી છે. વધતી ગુનાખોરી પાછળના કારણો ભલે ગમે તે હોય પરંતુ અપરાધના બનાવો વધી રહ્યા છે તે હકીકત છે.
અભયમ્' હેલ્પલાઈન, દૂર્ગાશક્તિ ટીમ કાર્યરત હોવા છતાં છેડતીના ૪૮ ગુના ! રાજકોટમાં યુવતીઓની છેડતી, પજવણી સહિતના ગુનાઓ અટકાવવા માટેઅભયમ્’ હેલ્પલાઈન, દૂર્ગાશક્તિ ટીમ સહિતને તૈનાત રાખવામાં આવી છે આમ છતાં શહેરમાં ચાલું વર્ષના આઠ મહિનામાં છેડતીના ૪૮ બનાવો નોંધાવા ચિંતાની જ વાત ગણી શકાય. જો કે એ વાત અલગ છે કે કુલ ૪૮માંથી ૪૫ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે અને પોલીસ ચોપડે માત્ર ૩ જ પેન્ડીંગ છે.
આઠ મહિનામાં ૨૩૫૦ બનાવ, ૧૩૭૭ ઉકેલાયા, ગત વર્ષે ૧૭૨૫ સામે ૧૨૭૮ ઉકેલાયા’તા
રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ ઉપર ચડ્યાનું આંકડા પરથી જ સ્પષ્ટ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૨માં શહેરમાં કુલ ૧૭૨૫ બનાવો નોંધાયા હતા જેમાંથી ૧૨૭૮નો ભેદ ઉકેલાયો હતો જેની સામે આ વર્ષના ઑક્ટોબર સુધીમાં મતલબ કે દસ જ મહિનાની અંદર કુલ ૨૩૫૦ બનાવો નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૩૭૭નું ડિટેક્શન કરવામાં આવ્યું છે. આ વર્ષને હજુ બે મહિના બાકી હોય ગુનાખોરીમાં વધારો થઈ શકે છે.
દારૂના ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસ પાવરધી' ચાલું વર્ષે દેશી-વિદેશી દારૂના કુલ ૩૭૨૦ ગુના નોંધાયા છે જેની સામે ૩૭૧૮ ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે અને પોલીસ ચોપડે માત્ર બે જ ગુના પેન્ડીંગ છે. જ્યારે ગત વર્ષે મતલબ કે ૨૦૨૨માં ૩૫૮૯ ગુના સામે ૩૫૮૯ ગુના ઉકેલાઈ ગયા હતા. આ જોતા શહેરીજનો સ્પષ્ટ કહી રહ્યા છે કે દારૂના ગુનાના ભેદ ઉકેલી નાખવામાં પોલીસપાવરધી’ પૂરવાર થઈ છે.
મોબાઈલ-વાહનચોરીની સૌથી વધુ ફરિયાદ
રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તેમજ નાગરિકોને સુરક્ષા અને સુવિધા સાથે સેવાઓ સુગમતાથી અને તાત્કાલિક મળી શકે તે માટે ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. આ સેવા શરૂ થયા બાદ તેમાં સૌથી વધુ ફરિયાદ વાહન-મોબાઈલ ચોરીની નોંધાઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.
શહેરની વસતી-વિસ્તાર વધ્યો તો ગુનાખોરી પણ વધવા લાગી
રાજકોટનો વિસ્તાર અને વસતી કુદકે ને ભુસકે વધી રહ્યા છે સાથે સાથે ગુનાખોરી પણ વધવા લાગી હોવાનું આંકડાકિય વિગતો પરથી જાણવા મળી રહ્યું છે. ક્રાઈમ રેટ ઘટાડવા અને ગુનેગારો પર અંકુશ મેળવવા આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ, અપરાધીઓ પર ઝીણવટભરી નજર અને સતત નાઈટ પેટ્રોલિંગ જરૂરી બની જાય છે.
ઑક્ટોબરમાં રાજકોટમાં પાંચ-પાંચ હત્યા, ૧૮૪ ઘરફોડ ચોરી જેમાંથી ૧૧૪ હજુ નથી ઉકેલાઈ
રાજકોટમાં ૨૦૨૩માં હત્યાના ૩૨ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાંથી હજુ ત્રણ અણઉકેલ છે. ચિંતાની વાત એ છે કે એકલા ઑક્ટોબર માસમાં જ રાજકોટમાં હત્યાના પાંચ-પાંચ બનાવો નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ મકાનમાલિકની ગેરહાજરીમાં ઘરમાં ઘૂસીને ચોરી કરવાના ૩૯ ગુના નોંધાયા છે તેમાંથી ૨૩ના ભેદ હજુ સુધી ઉકેલાયા નથી તો અન્ય ઘરફોડ ચોરીના ગુના ૧૪૫ નોંધાયા છે જેમાંથી માત્ર ૫૪નો જ ભેદ ઉકેલાયો છે, બાકીના ગુના હજુ પેન્ડીંગ જ રહેવા પામ્યા છે.
રંગીલા શહેરમાં ક્રાઈમ વધી ગયું છે તે વાત તો સ્વીકારવી જ રહી સાથે સાથે ગંભીર ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસ ક્યાંક `વામણી’ પૂરવાર થઈ રહ્યાનો લોકોનો મત
શું પોલીસના બાતમીદારો ઘટી ગયા કે પછી નેટવર્ક ટૂંકું પડી રહ્યું હશે ? રાત-દિવસ દોડ્યે રાખતી ખાખી' માટેપેન્ડીંગ’ ગુનાનો ભેદ ઉકેલવાનો મોટો પડકાર

