સામુહિક દુષ્કર્મ કરનારા દરિંદાઓને ફાંસી થવી જોઇએ : હર્ષ સંઘવી
રાજકોટમાં જુદા જુદા નવરાત્રી મહોત્સવની મુલાકાત લેતા ગૃહમંત્રી
વિરોધીઓ તો ગરબા અટકાવવાનો પ્રયાસ પણ કરતા હતા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં આઠથી વધુ સ્થળોએ ગરબાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ બસમાં મુસાફરી કરી ભુજ ખાતે પહોંચ્યા હતા. રાજકોટમાં એક ગરબા કાર્યક્રમમાં સ્ટેજ પરથી વડોદરાની દુષ્કર્મની ઘટના મામલે નિવેદન આપતા કહ્યું હતું કે, વડોદરાની સામુહિક દુષ્કર્મની ઘટનામાં દરિંદાઓને ફાંસીની સજા થવી જોઈએ.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઇકાલે રાજકોટની મુલાકાતે હતા અને વિવિધ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી. યુનિટી ક્લબ આયોજીત નવરાત્રી મહોત્સવમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કેહમણા જ વડોદરાની અંદર જે ઘટના બની મા અંબાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી હતી કે હે મા અંબે આ ગુજરાત પોલીસને શક્તિ આપ, તાકાત આપ અને એ દરિંદાઓ દુનિયાના કોઇપણ ખૂણે છૂપાયા હોય તો તેને પકડવા માટેની શક્તિ આપ. તમે સૌ બહેનોના આશિર્વાદથી ગુજરાત પોલીસને એ દરિદાઓને પકડવામાં સફળતા મળી છે. આજે પણ મા અંબાના ચરણોમાં વંદન કરીને એકજ મનોકામના માગી છે કે આ દરિંદાઓને ફાંસીથી ઓછી સજા ન થવી જોઇએ. તો જ મારી ગુજરાતની બહેનોને ન્યાય મળશે.
હર્ષ સંઘવીએ વિરોધીઓ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં ઘણા લોકોને તમે ગરબા રમવા કરતા તમે ગરબા ન રમો તેવા પ્રયાસો કરવા છે.મોજથી મોડે સુધી ગરબા રમ્યાને તમે. કોઇ તમને રોકવા આવ્યુ ખરા. અહીં અવાજ થોડો વધારે કરવો પડશે કારણ કે ગરબા રમવા કરતા. આપણા ગુજરાતમાં અનેક લોકોને તમે ગરબા રમો છો ને એ રોકવા માટે વધારે પ્રયાસ કરે છે. આજે તો આનંદનો દિવસ છે. આજે ગરબા પણ રમીશું અને ઘરે જતાં જતાં જલેબી પણ ખાઇશું.
આ પછી હર્ષ સંઘવી રાજકોટથી નવી શરૂ થયેલી વોલ્વો બસમાં બેસી અને ભુજ તરફ કરવાના થયા હતા. ભૂજ તરફ જતા પહેલા તેમણે નવી આવેલી બસમાં કયા પ્રકારની ટેકનોલોજી છે તે અંગે પણ એસટીના અધિકારી પાસેથી માહિતી મેળવી હતી.