આચાર અને વિચારમાં વિકૃતતા વધતાં બનાવો બને છે: જિલ્લા બાળ સુરક્ષા અધિકારી
જિલ્લા બાળ સુરક્ષા વિભાગના ઇન્ચાર્જ અધિકારી અલ્પેશ ગૌસ્વામીએ જણાવ્યું કે હાલના કળયુગમાં આચાર અને વિચારમાં વિકૃતતા આવતા બાળકો સાથેના જાતીય શોષણના બનાવો વધી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બાળકો સાથે જાતીય શોષણના બનાવોમાં શાળામાં ગુડ ટચ અને બેડ ટચ અંગે સમજણ આપવામાં આવે છે છતાં માતા-પિતા અને વાલીઓએ તકેદારી રાખવી જરૂરી છે ખાસ કરીને વર્કિંગ પરેન્ટ્સ પોતાના સંતાનોને પાડોશી કે અન્યના હવાલે કરી જતાં હોય છે ત્યારે આવા બનાવો બને છે. વર્તમાન કળયુગમાં સમયમાં લોકોના આચાર અને વિચારમાં વિકૃતતા વધી છે જે પણ આવા બનાવો પાછળ જવાબદાર ગણી શકાય.