પડધરીના મોટી ચણોલ ગામે આવેલી કરોડોની જમીનના કબજાના રક્ષણ અંગેનો કાયમી મનાઈ હુકમનો દાવો મંજૂર
- પડધરી તાલુકાના મોટી ચરણ ગામે આવેલી કરોડોની જામીન માં પૂર્વમાલિક સામે મિલકત કબજાના રક્ષણ અંગે મનાઈ હુકમ મેળવવા કરેલો દાવો કોર્ટે મંજુર કર્યો હતો.
આ કેસની હકિકત મુજબ, રાજકોટમાં ગુંદાવાડી શેરી નંબર 23 માં રહેતા જીતેન્દ્રભાઈ ગોવિંદભાઈ કાપડિયાએ પડધરી કોર્ટમાં એવો દાવો કરેલો કે, મોટી ચણોલ ના રેવન્યુ સર્વે નંબર ૫૦/૨પૈકી-૧ નવા સર્વે નંબર 155 ની 11 એકર 17 ગુઠા જમીન વર્ષ 2013માં ફતેપુર રહેતા અરજણ ગાડું વેકરીયા પાસેથી ખરીદી હતી. આ જમીનમાં દાળિયા મારફતે ખેતી કામ કરાવી મેળવે છે. વર્ષ 2018માં વાદી જીતેન્દ્રભાઈ કાકડીયા પોતાના ખેતર ઉપર ગયા ત્યારે તેમજ ખેત મજુરો ચાલ્યા ગયા હતા. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જમીનના પૂર્વ માલિક અરજણ ગાડું ભાઈ વેકરીયા તથા તેના દીકરા જગદીશ,ભરત,કમલ દ્વારા ધમકી આપી ખેત મજૂરોને આ જગ્યા ઉપરથી તગેડી મૂકવામાં આવ્યા હતા. વાદી જીતેન્દ્રભાઈ કાકડીયાના પ્રતિવાદી અરજણભાઈ વેકરીયા મામા થતા હોય જેથી રૂબરૂ મળેલ ત્યારે તેઓએ જણાવેલ કે, કોઈ ભાગ્ય કે દાળિયા વાવવા માટે રાખી શકાશે નહીં. અને પ્રતિવાદીઓને 50% ભાગ સાથે વાવવા આપવી પડશે નહીં તો તેઓ વાદીની ગેરહાજરીમાં બળજબરીથી કબજો લઈ લેશે તેમજ પ્રતિવાદીઓને સારી રજા કરવાની તેમજ મારી નાખવાની ધમકી પણ આપેલ. જેથી વાદી જીતેન્દ્રભાઈએ પોતાની મિલકતના કબજાના રક્ષણ માટે કોર્ટના દ્વારકાવેલ અને કાયમી મનાય હુકમની માંગણી કરેલી હતી.
આ દાવાનો સમન્સ બજતાં પ્રતિવાદી હોય એવું બતાવ્યું હતું કે તેઓ દ્વારા આ મિલકતનું વેચાણ કરવામાં આવેલ નથી પરંતુ વ્યાજે લીધેલ રકમની સિક્યુરિટી પેટે આ વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે વાદીના વકીલ દ્વારા કોર્ટમાં ૧૨ જેટલા દસ્તાવેજી પૂરવા રજૂ કરી દલીલ કરી હતી કે, પ્રતિવાદીઓએ વેચાણ દસ્તાવેજ હીરો પેટે લખી આપેલ હોવાનું જણાવે છે પરંતુ તે અંગે કોઈ પુરાવો રજૂ કરેલ નથી.બંને પક્ષકારોની રજૂઆતના અંતે અદાલતે વાદીનો દાવો મંજૂર કર્યો હતો અને પ્રતિવાદી અરજણભાઈ વેકરીયા અને તેના પુત્રોને આ જમીનનો ઉપયોગ, અડચણ અને અટકાયત કરવાનો કાયમી મનાઈ હુકમ ફરમાવ્યો હતો.
આ કામમાં વાદી જીતેન્દ્રભાઈ કાકડીયા હોવાથી એડવોકેટ અર્જુન.એસ.પટેલ, મહેન એમ ગોંડલીયા, રવિન એન સોલંકી, ભાર્ગવે એ પાનસુરીયા, તથા જતીન.ડી.પાભર રોકાયેલ હતા