Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાનો લોકોનો દાવો

Mon, May 20 2024

જો કે હજુ સુધી ખૂલીને નથી થયો વિરોધ: ‘વોઇસ ઓફ ડે’ દ્વારા જે લોકોના ઘરે-દુકાને સ્માર્ટ મીટર લાગ્યા છે તેઓના અભિપ્રાય લેવાયા: મોટેભાગે કહેવાયું, જૂના મીટર કરતાં સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવશે

વડોદરામાં એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ વીજબીલ વધુ આવતું હોવાના આક્ષેપો સાથે હોબાળો થયો હતો. જો કે રાજકોટમાં પણ સ્માર્ટ વીજ મીટર નાખવામાં આવ્યા છે. અહી લોકો ખૂલીને વિરોધ કરી રહ્યા નથી. પરંતુ સ્માર્ટ મીટર લાગ્યા બાદ બિલ વધુ આવે છે કે કેમ? તે અંગે ‘વોઇસ ઓફ ડે’ની ટીમ દ્વારા શહેરમાં મહિલા કોલેજ સબ ડિવિઝન વિસ્તારમાં જે લોકોના ઘરે તેમજ દુકાનમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જેમાં લોકોએ મોટા ભાગના લોકોએ કહ્યું હતું કે, જૂના મીટર કરતાં સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવી રહ્યું છે. તો વળી કેટલાકે કહ્યું હતું કે, સ્માર્ટ મીટર લઈ જવા મારે જોતાં જ નથી. લોકોનું માનવું છે કે, જૂના મીટરમાં જે બે મહિને બિલ આવતું હતું તે સ્માર્ટ મીટર લાગ્યા બાદ એવું લાગી રહ્યું છે કે આ બિલ ડબલ થઈ જશે. મહત્વનું છે કે, રાજકોટમાં પણ લોકોને સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાનું લાગી રહ્યું છે.

બે મહિને ૩હજારનું બિલ આવતું હતું, સ્માર્ટ મીટરમાં ૧૭ દી’માં ૧૫૦૦ રૂપિયાનું રિચાર્જ વપરાય ગયું: બકુલભાઈ ચોક્સી 

યુનિવર્સિટી રોડ પર આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં રહેતા બકુલભાઈ ચોક્સીએ કહ્યું હતું કે, મારે ત્યાં સ્માર્ટ મીટર લાગ્યું છે. મે જૂના મીટરમાં ગત વર્ષે મે-જૂન મહિનામાં જે યુનિટ વપરાશ કર્યો હતો તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં યુનિટ વધી ગયા છે. હું ગત વર્ષે ૩/૪ યુનિટ વપરાશ કરતો હતો પરંતુ સ્માર્ટ મીટરમાં દૈનિક ૧૪-૧૫ યુનિટનો વપરાશ દેખાડે છે. સ્માર્ટ મીટર ૩/૫/૨૦૨૪ના રોજ લાગ્યું છે. ત્યારથી તા.૨૦/૫ સુધીમાં રૂ.૧૫૦૦નો વીજ વપરાશ થયો છે. તે જોતાં એવું લાગી રહ્યું છે કે બિલ વધુ આવી રહ્યું છે. મે ગત વર્ષે મે-જૂન મહિનામાં જે વીજ વપરાશ કર્યો હતો તે બિલના યુનિટ અને સ્માર્ટ મીટરમાં હાલના યુનિટની પણ સરખામણી કરી છે. જે જોતાં વધુ યુનિટ વપરાતા હોવાનું જણાય છે. ઉપરાંત ફ્લેટમાં સિનિયર સિટીઝનો રહે છે જેઓને એપ્લિકેશન ઓપરેટ કરતાં આવડતું નથી. આવી પણ મુશ્કેલી સર્જાય છે. જ્યારે ફ્લેટનું કોમન બિલ ભરવા માટે ઓનલાઈન ફેસએલિટી નથી. તે રોકડે થી જ ભરવું પડે છે.

જૂના મીટર કરતાં ડબલ બિલ આવે તેવું લાગી રહ્યું છે: કૃણાલભાઈ કાથરાણી 

ઉમિયા પાર્ક(ચોક), જલારામ-૧માં રહેતા કૃણાલભાઈ કાથરાણીએ પોતાના અભિપ્રાયમાં કહ્યું હતું કે, સ્માર્ટ મીટર નાખ્યા બાદ વીજ વપરાશ દેખાય છે. એપ્લિકેશનમાં મારો રેગ્યુલર વીજ વપરાશ વધારે દેખાડે છે. એસી, પંખા, વોશિંગ મશીન વગેરે ચાલુ રહેતા હોય તે સમયમાં ત્રણ-ચાર ગણો વીજ વપરાશ દેખાડે છે. મારો સામાન્ય વીજ વપરાશ ૧૬ થી ૨૦ યુનિટ છે પરંતુ સ્માર્ટ મીટરમાં ૫૦ યુનિટ બતાવે છે. જૂના મીટરમાં બે મહિને ૮ હજારનું બિલ આવતું હતું. ૯ દિવસ પહેલા સ્માર્ટ મીટર નાખવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૩ હજારનું રિચાર્જ વપરાયું છે. જે જોતાં હવે બિલ બદલ થઈ જશે તેવું લાગે છે. તો બીજી તરફ જે લોકો સ્માર્ટ મીટર નાખવાની ઘસીને ના કહે છે ત્યાં સ્માર્ટ મીટર નાખવામાં આવતા નથી. તો ક્યાંક વ્હાલા દોહલાની નીતિ જેવુ લાગી રહ્યું છે.

મેસેજ દ્વારા ખબર પડી જાય છે કેટલો વીજ વપરાશ કર્યો: મિલનભાઈ પંડયા

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રોડ પર જલારામ-૨માં રહેતા અને જીટીપીએલમાં નોકરી કરતાં મિલનભાઈ પંડયાએ કહ્યું હતું કે, સ્માર્ટ મીટર સારું છે. તેની એપ્લિકેશન દ્વારા આપણને ખબર પડે છે કે, આપણે કેટલો વીજ વપરાશ કરી રહ્યા છીએ. જો વધુ વીજ વપરાશ કરતાં હોય તો કરકસર કરવાની ખબર પડે છે. પીજીવીસીએલ દ્વારા એપ્લિકેશન દ્વારા મેસેજ કરવામાં આવે છે. કેટલું રિચાર્જ બાકી છે? કેટલા દિવસ રિચાર્જ ચાલશે? આ ઉપરાંત જરૂરિયાત મુજબ રિચાર્જ કરાવી શકીએ છીએ. ઘર બેઠા ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ. એમણે એમ પણ કહ્યું હતું કે, બિલિંગ સાઇકલ રેગ્યુલર રહે છે. વધુ બિલ આવતું હોય તેવું લાગતું નથી.

સ્માર્ટ મીટર લઈ જાવ, નથી જોતાં અમારે: ઉમેશભાઈ તારવાણી

રહેણાંક મકાનો ઉપરાંત દુકાનોમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવેલા છે. ત્યારે યુનિવર્સિટી રોડ પર આવેલી એ ટુ ઝેડ પાન એન્ડ કોલ્ડડ્રિંક્સની દુકાન ધરાવતા વેપારી ઉમેશભાઈ તારવાણી તો સ્માર્ટ મીટરથી જાણે કંટાળી ગયા હોય તેવું લાગ્યું હતું. સ્માર્ટ મીટર કેવું છે ? તે અંગે પૂછતાં એમણે કહ્યું હતું કે, સ્માર્ટ મીટર લઈ જાવ, નથી જોતાં અમારે. રોજના ૫૦૦ રૂપિયા વપરાય છે. જૂના મીટરમાં બે મહિને ૨૨ થી ૨૩ હજાર બિલ આવતું હતું. સ્માર્ટ મીટર આવ્યા બાદ રોજના રૂ.૫૦૦ વપરાય છે એ જોતાં જૂના મીટર કરતાં સ્માર્ટ મીટરમાં ૩૦ હજાર સુધીનું બિલ વધુ આવશે તેવુ લાગી રહ્યું છે. અમારે ત્યાં તા.૧૫/૫એ સ્માર્ટ મીટર લાગ્યું છે અને તા.૨૦ સુધીમાં જ રૂ.૨૫૦૦નું રિચાર્જ વપરાય ગયું છે. એમણે તો એવું પણ કહ્યું હતું કે, અમે તો જૂના મીટરમાં કાયદેસર જ બિલ ભરતા હતા જે લોકો વીજ ચોરી કરે છે પહેલા ત્યાં આ સ્માર્ટ મીટર લગાવો.

જૂનું મીટર જ સારું હતું, અમે જૂના મીટર માટે અરજી કરીશું: ગિરીશભાઈ કોટેચા

યુનિવર્સિટી રોડ પર આવેલી સ્વસ્તિક સ્વીટ એન્ડ નમકીન નામની દુકાન ધરાવતા ગિરીશભાઈ કોટેચાએ સ્માર્ટ મીટર અંગે કહ્યું હતું કે, જૂનું મીટર હતું ત્યારે અમારે મહિને ૫૫૦૦ થી ૬૦૦૦ રૂપિયા વીજ બિલ આવતું હતું. જ્યારે સ્માર્ટ મીટર લાગ્યા બાદ રોજ ૪૦૦ થી ૫૫૦ જેટલું રિચાર્જ વપરાય છે. એ જોતાં એવું લાગી રહ્યું છે કે બિલ વધારે આવશે. સ્માર્ટ મીટર કરતાં તો જૂના મીટર જ સારા હતા. આ મીટરમાં બિલ વધારે આવતું હોય તેવું લાગી રહ્યું છે. એમણે વધુમાં કહ્યું હતું કે, સ્માર્ટ મીટર લાગ્યા તે પહેલા જે જૂનું બિલ આવશે તે અલગ થી જ આવશે. તેવું પીજીવીસીએલ દ્વારા અમને કહેવાયું છે. અમે તો પીજીવીસીએલમાં જૂના મીટર માટે અરજી પણ કરવાના છીએ. 

Share Article

Other Articles

Previous

બુધવારથી સાંઢિયા પુલ બંધ: વાહનોના ‘ફોગટફેરા’ શરૂ

Next

ફૂટપાથ પર ખતરનાક ‘કબજો’ જોવો છે ? ચાલ્યા જાવ, પેલેસ રોડ-લીમડા ચોકમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
13 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
14 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
14 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
14 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો વધુ એક ગોલ્ડ મેડલ : હાઈ જમ્પમાં પ્રવીણ કુમારનું સ્વર્ણિમ પ્રદર્શન
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજકોટમાં સર્વેશ્વર ચોકની દુર્ઘટના અંગે કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે શું કહ્યું જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
હિમાચલ પ્રદેશમાં ધરતી ધ્રુજી, 3.5 ની તીવ્રતાના ભૂકંપને પગલે લોકો ઘરોની બહાર દોડી આવ્યા
Breaking
2 મહિના પહેલા
હરિયાણાની જીતની કમલમમાં અનોખી ઉજવણી : સી.આર.પાટીલે જાતે જલેબી બનાવી બધાને ખવડાવી
Breaking
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર