રાજકોટમાં દેશભક્તિ કાર્યક્રમ પીએસઆઇએ બંધ કરાવ્યા અંગે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ એ શું કહ્યું જુઓ વિડિયો
રેસકોર્સમાં ભારતીય જનતા પક્ષ આયોજિત ગણેશોત્સવમાં રાતે ૧૦ વાગ્યા બાદ માઈક ચાલુ હોવાથી પોલીસ કમિશ્નરે પોલીસ કંટ્રોલ રૂમને માઈક બંધ કરાવવા બાબતે જાણ કર્યા બાદ પ્રદ્યુમનનગર પોલીસ મથકના પીએસઆઈ ભગોરા માઈક બંધ કરાવવા રેસકોર્સ ગયા ત્યારે શહેર ભાજપ પ્રમુખ સાથે માઈક બંધ કરાવવા બાબતે થોડીવાર બોલાચાલી થઇ હતી મામલો પોલીસ કમિશ્નર સુધી પહોચ્યો હતો અને માઇક ધીમું કરાવી રાત્રિના સવા અગિયાર સુધી કાર્યક્રમ ચાલવા દીધો હતો.
રેસકોર્સમાં ગણેશોત્સવમાં રાત્રે દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ રાત્રે ૧૦ વાગ્યા પછી પણ ચાલુ હોય પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના ઘર સુધી માઈકનો અવાજ આવતો હોય ખુદ પોલીસ કમિશ્નરે પોલીસ કંટ્રોલ રૂમને માઈક બંધ કરાવવા અંગે જાણ કરી હતી જેથી પ્રદ્યુમનનગર પોલીસ મથકના પીએસઆઈ ભગોરા રેસકોર્સ ખાતે જઈ આ કાર્યક્રમમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો હોવાનું જણાવી બંધ કરવાની સુચન આપતા મામલો ઉગ્ર બન્યો હતો અને શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીએ પીએસઆઇનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે, બહાર ભાજપનું બોર્ડ માર્યું છે, એ તમે જોયું હોવા છતાં કાર્યક્રમ બંધ કરાવવા કેમ આવ્યા? સીન કરવાનું બંધ કરો આ કાર્યક્રમ ભાજપનો છે. જોકે પીએસઆઈ ભગોરાએ જણાવ્યું કે રાત્રીના 10 વાગ્યા પછી માઇક નહીં વગાડવાનું પોલીસ કમિશનરનું જાહેરનામું છે. આ કાર્યક્રમમાં રાત્રીના 10.30 વાગ્યે જોરશોરથી માઇક વગાડવામાં આવી રહ્યું હતું.
દૂર સુધી અવાજ સંભળાય તે રીતે મ્યુઝિક સિસ્ટમ વાગી રહી હતી. જેથી પોલીસ કંટ્રોલ રૂમમાં ફરીયાદ થઇ હોય કાર્યક્રમ બંધ કરાવવાની સુચના આપી હતી. શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીને આ બાબતે પૂછતા તેમને જણાવ્યું કે, પોલીસ આવી હતી પરંતુ અમે તમને જણાવ્યું હતું કે આ તો દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ છે અને બાદમાં પોલીસ કમિશ્નર સાથે ટેલીફોનીક વાતચીત થયા બાદ રાત્રે ૧૧:૪૫ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ રહ્યો હતો.