પેલેસ રોડ, કેનાલ રોડ પર લોકોને પરસેવોવાળી દે તેવી ટ્રાફિક સમસ્યા
આડેધડ ઉભા રહેતા વાહનો સર્જે છે મુશ્કેલી: કેનાલ રોડ પર ક્યારેક વોર્ડન હોય તો ક્યારેક દેખાતા પણ નથી!
રાજકોટના પેલેસ રોડ અને કેનાલ રોડ પર મુખ્ય બજારો આવેલી હોય અહી સતત વાહનોની અવર-જવર રહ્યા કરે છે. તેમા પણ સાજના સમયે નીકળતા વાહનચાલકોને મહામુસીબતે નીકળવુ પડે તેવી સ્થિતિ સર્જાય છે. જ્યારે ટ્રાફિક નિયમન માટે ક્યારેક વોર્ડન હોય છે તો ક્યારેક વોર્ડન જોવા પણ નથી મળતા. તેવુ કેનાલ રોડના વેપારીઓએ જણાવ્યુ હતુ.

શહેરના મુખ્ય વિસ્તારોમા સર્જાતી ટ્રાફિકની સમસ્યા હળવી કરવામા તત્ર વામણુ પુરવાર થયુ છે. મોટાભાગના મુખ્ય વિસ્તારોમા અવાર-નવાર વાહનચાલકો ટ્રાફિકમા ફસાય છે. પરતુ તત્રને જાણે આ સમસ્યા દેખાતી જ નહોય તેમ આખ આડા કાન કરી રહ્યુ છે. પેલેસ રોડથી કેનાલ રોડ તરફ જવાના રસ્તે તેમજ કેનાલ રોડ પર દરરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

પેલેસ રોડ પર ખરીદી કરવા આવતા લોકો પોતાના વાહનો આડેધડ ઉભા રાખે છે. તો બીજી તરફ કેનાલ રોડ પર તો સાજે નિકળવામા લોકોને પરસેવો વળી જાય તેવો ટ્રાફિક સર્જાય છે. જેના કારણે આસપાસના વેપારીઓ પણ ત્રાસી ઉઠયા છે. વેપારીઓએ જણાવ્યુ હતુ કે, સાજના સમયે કેનાલ રોડ પર ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે. ટ્રાફિક નિયમન માટે ક્યારેક વોર્ડન હોય છે તો ક્યારેક જોવા પણ મળતા નથી. મહત્વનુ છે કે, શહેરના દરેક લોકોને સ્પર્શતી આ ટ્રાફિકની સમસ્યા હળવી કરવામા ટ્રાફિક પોલીસ અને મનપા વામણુ પુરવાર થયુ છે.