ગુમ થયેલા પાંચ મોબાઈલ શોધી કાઢી માલિકને પરત કરતી પડધરી પોલીસ
મોબાઈલ ફોન એ આજની જીવનશૈલીનો એક ભાગ છે. હવે તો મોબાઈલ વાતચીત કરવા ઉપરાંત અનેક રીતે ઉપયોગી થાય છે. લોકોના ઘણાં ખરા કામ ઘર બેઠા મોબાઈલથી જ થઈ જાય છે. ત્યારે પડધરી પોલીસની ટીમ દ્વારા નાગરિકોના ખોવાયેલા અને ગુમ થયેલા પાંચ મોબાઈલ જેની કિંમત રૂ.1 લાખ શોધી કાઢીને મૂળ માલિકોને પરત કર્યા હતા.
વિગત મુજબ રાજકોટ જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચના હેઠળ પડધરી પોલીસના પીએસઆઈ જી.જે.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમ CEIRના પોર્ટલની મદદથી ગુમ અને ખોવાયેલા પાંચ મોબાઈલ જેની કિંમત રૂ.1 લાખ શોધી કાઢીને મૂળ માલિકને પરત કર્યા હતા.