રાજકોટ લોકસભા બેઠકમાં પ્રથમ બે કલાકમાં 9 ટકાથી વધુ મતદાન
ટંકારા અને વાંકાનેરમાં સૌથી વધુ 11 ટકા મતદાન
લોકસભા ચૂંટણીમા આજે રાજકોટ સહિત 25 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમા વાંકાનેર અને ટંકારા બેઠક સૌથી વધુ 11 ટકાથી વધુ મતદાન થયું હતું. રાજકોટ બેઠકમાં સરેરાશ 9 ટકાથી વધુ મતદાન થયું હતું.
રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7થી 9 દરમિયાન પ્રથમ બે કલાકમાં જસદણ બેઠકમાં 9.58 ટકા, રાજકોટ પૂર્વમાં 8.36 ટકા, રાજકોટ રૂરલમાં 9.51 ટકા, રાજકોટ સાઉથમાં 9.20 ટકા, રાજકોટ પશ્ચિમમાં 8.87 ટકા, ટંકારામાં 11.65 ટકા અને સૌથી વધુ વાંકાનેર વિધાનસભા મતક્ષેત્રમાં 11.78 ટકા મતદાન થયું હતું.