અકસ્માત કેસમાં મૃતકના વારસદારોને રૂા.૪૨.૮૦ લાખનું વળતર ચુકવવા હુકમ
અકસ્માત કેસમાં મૃતકના તેમના વારસદારોને રૂા. ૨૭.૯૮, લાખ વાર્ષિક ૯ ટકાના વ્યાજ સહિત કુલ રૂા. ૪૨.૮૦ લાખનું વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. ખંભાળીયાના ભટગામ ખાતે રહેતા જીતુભાઈ ભૂરાભાઈ મુન પોતાનું બાઈક લઈ ખંભાળીયા પોરબંદર હાઇવે ઉપર જઇ રહ્યા હતા. ત્યારે કારના ચાલકે હડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજવ્યું હતું. જે મૃત્યુના કારણોસર મૃતકના વારસદારો દ્વારા રાજકોટના મોટર એકસીડેન્ટ ટ્રીબ્યુનલ સમક્ષ તેમના એડવોકેટ મારફત અકસ્માતમાં સંડોવાયેલ કારના માલીક અને વીમા કંપની સામે વળતર મેળવવા માટે કલેઈમ કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં વકિલ દ્વારા કરવામાં કરવામાં આવેલી રજૂઆતોને કોર્ટે ધ્યાને લઈ મૃતકની માસીક રૂા.૨૦ હજાર આવક ગણી મૃતકના વારસદારોને કેસ દાખલ કરેલ તારીખથી વાર્ષિક ૯ ટકાના વ્યાજ સહિત રૂા. ૪૨.૮૦ લાખનું વળતર મંજુર કરેલ જે રકમ વીમા કંપનીને હુકમ તારીખથી ૩૦ દિવસમાં મૃતકના વારસદારોને ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં એડવોકેટ કરણ ડી. કારીયા(ગઢવી) અને અર્જુન ડી. કારીયા(ગઢવી) રોકાયા હતા